મારી કરીઅરનો આ શ્રેષ્ઠ સમય છે : અક્ષયકુમાર

મને હંમેશાં એક જ ઇમેજમાં બંધાઈ જવાનો ડર રહેતો હતો. હું જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને ઍક્શન હીરોનો ટૅગ લાગી ગયો હતો. એ સમયે કોઈ મને રોમૅન્ટિક અથવો તો કૉમેડી ફિલ્મો ઑફર કરતું નહોતું

akshay



અક્ષયકુમાર તેની કરીઅરના આ સમયને ખૂબ જ ઉત્તમ માને છે. તે એક વર્ષમાં ઘણી ફિલ્મો કરવા માટે જાણીતો છે. એક સમય હતો જ્યારે તેની ફક્ત ઍક્શન ફિલ્મો જ આવતી હતી. જોકે આજે તે ઍક્શન, કૉમેડી, દેશભક્તિ અને સોશ્યલ ઇશ્યુ જેવા ઘણા વિષયો પર ફિલ્મો કરી રહ્યો હોવાથી આ સમય તેની કરીઅરનો બેસ્ટ હોવાનું તે માને છે. આ વિશે વધુ જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે મારી કરીઅરનો આ ખૂબ જ સારો સમય છે. મને હંમેશાં એક જ ઇમેજમાં બંધાઈ જવાનો ડર રહેતો હતો. હું જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને ઍક્શન હીરોનો ટૅગ લાગી ગયો હતો. એ સમયે કોઈ મને રોમૅન્ટિક અથવો તો કૉમેડી ફિલ્મો ઑફર કરતું નહોતું. મારી પાસે ફક્ત ઍક્શન ફિલ્મોની જ ઑફર આવતી હતી. મેં ૧૪ વર્ષ સતત ઍક્શન ફિલ્મો જ કરી હતી અને એમાં મારી કરીઅર પર કોઈ જ અસર નહોતી થઈ. આથી હું કહીં શકું છું કે મારી કરીઅરનો આ શ્રેષ્ઠ સમય છે જેમાં ઍક્શન ફિલ્મ તરીકે હું ‘કેસરી’, કૉમેડી ફિલ્મ તરીકે ‘હાઉસફુલ ૪’ અને સોશ્યલ ઇશ્યુવાળી એમ ઘણી ફિલ્મો કરી શકું છું.’

ઍક્શન હીરોની ઇમેજમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ હોવા વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ઇમેજને તોડીને એમાંથી બહાર આવવું એ સમયગાળો મારા માટે ખૂબ અઘરો હતો. હું પોતાને લકી માનું છું કે હું એ ઇમેજમાંથી બહાર આવી શક્યો. હું ડેવિડ ધવનનો ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ખિલાડી’ અને રાજકુમાર સંતોષીનો ‘ખાખી’ માટે આભાર માનું છું. આ બે ફિલ્મો બાદ મારી કરીઅરમાં બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK