હું પ્રૉડ્યુસરનો હીરો છું, ડિરેક્ટરનો નહીં : અક્ષય

અક્ષયકુમારનું કહેવું છે કે તેના વર્ક-એથિક્સને કારણે પ્રોડ્યુસરો સતત તેને ફિલ્મો ઑફર કરતા રહે છે.

akki



અક્ષયકુમારનું કહેવું છે કે તેના વર્ક-એથિક્સને કારણે પ્રોડ્યુસરો સતત તેને ફિલ્મો ઑફર કરતા રહે છે. અક્ષયકુમારની લાઇફમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે, પરંતુ એમ છતાં તેને પ્રોડ્યુસરોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. અક્ષયકુમાર હંમેશાં એવું કહેતો જોવા મળે છે કે કલાકારે પ્રોડ્યુસરના ઍક્ટર બનીને રહેવું જોઈએ. આ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ૧૬ ફિલ્મો નિષ્ફળ રહી હતી અને એમ છતાં મારી પાસે ચાર ફિલ્મો રિલીઝ કરવા માટે તૈયાર હતી. હું ડિરેક્ટરનો ઍક્ટર છું એટલે નહીં પરંતુ હું પ્રોડ્યુસરનો ઍક્ટર છું એટલે આ શક્ય બન્યું હતું. ફિલ્મમાં પ્રોડ્યુસર ઇન્વેસ્ટ કરે છે. મને યાદ છે કે એક વાર પ્રોડ્યુસરે કહ્યું હતું કે આ ઍક્ટર સમયસર આવે છે, તે ઍક્ટિંગની સાથે ઍક્શન પણ કરી લે છે. હું લાંબા ગાળાનું વિચારવામાં માનું છું. મારું માનવું છે કે તમારે પહેલાં પ્રોડ્યુસરના ઍક્ટર બનવું જોઈએ, પછી ડિરેક્ટરના.’

એક મહિના સુધી પાત્ર માટે પોતાને રૂમમાં બંધ કરી દેનાર ઍક્ટર ખોટું બોલી રહ્યો હોય એવું લાગે છે અક્ષયકુમારને

અક્ષયકુમારનું કહેવું છે કે પાત્ર માટે એક મહિના સુધી રૂમમાં પોતાને બંધ કરી દીધો હોવાનું કહેનાર ઍક્ટર પર તેને ભરોસો નથી. પાત્ર માટે તૈયારી કરવાની પદ્ધતિ અક્ષયકુમારની સમજની બહાર છે. મોટા ભાગના સુપરસ્ટાર વર્ષમાં એક અથવા તો બે ફિલ્મો આપે છે, પરંતુ અક્ષયકુમાર વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો લઈને આવે છે. આ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઘૂસવા માટે મને વધુ સમય નથી જોઈતો. એક વાર હું કૉસ્ચ્યુમ કાઢી નાખું અને ફિલ્મ પૂરી થઈ ગઈ એટલે હું બીજી ફિલ્મ પર કામ શરૂ કરી દઉં છું. મને મારા પાત્રને તૈયાર કરવા માટે એક મહિના સુધી રૂમમાં બંધ કરી દેવાની જરૂર નથી લાગતી. હું એ કરી પણ નથી શકતો. જે લોકો પાત્રમાં ઘૂસવા માટે ઇન-ડેપ્થ પ્રોસેસની વાત કરે છે તેઓ ખોટું બોલતા હોય એવું મને લાગે છે. જો લુક યોગ્ય હોય તો ૭૦ ટકા કામ તો ત્યાં જ પૂÊરું થઈ જાય છે અને બાકીના ૩૦ ટકા કામ ઍક્ટિંગ કરે છે.’

લેબલ લગાવવામાં આવે એ પસંદ નથી અક્ષયકુમારને

અક્ષયકુમાર હંમેશાં લેબલથી દૂર ભાગે છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મોને લઈને તે સોશ્યલ ઇશ્યુ અને દેશભક્તિવાળી ફિલ્મો જ કરે છે એવું તેના પર ટૅગ લગાવવામાં આવ્યું છે. જોકે અક્ષય આવા લેબલથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એ માટે તે હંમેશાં અલગ-અલગ ફિલ્મો કરતો રહે છે. આ વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે મારા પર લોકો ટૅગ લગાવે એ મને પસંદ નથી. હું સારી ઍક્શન કરું છું અથવા તો હું દેશભક્તિવાળી ફિલ્મો કરું છું એવું લોકો મને કહે એ મને પસંદ નથી. તેઓ મારા પર કોઈ લેબલ લગાવે ત્યારે મને ગૂંગણામણ થાય છે અને મને એનાથી દૂર ભાગી જવાનું મન થાય છે. મને એ બિલકુલ પસંદ નથી. આથી જ હું હવે હાઉસફુલ ૪’, ‘હેરાફેરી ૩’, ‘કેસરી’, ‘ગુડ ન્યુઝઅને હૉરર-કૉમેડી કરી રહ્યો છું. હું કોઈ પૉઇન્ટ પુરવાર કરવા માટે દેશભક્તિવાળી ફિલ્મો નથી કરતો. હું એટલા માટે કરું છું કે ફિલ્મની સ્ટોરી ખૂબ જ અદ્ભુત હોય છે. મેં ગોલ્ડબે વાર જોઈ છે અને મને એની સ્ટોરી ખૂબ જ પસંદ પડી છે. અમને ખબર હતી કે અમે સ્પોટ્ર્સ ડ્રામા બનાવી રહ્યા છીએ, પરંતુ એ એક કમર્શિયલ ફિલ્મ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK