શૂજિત સરકાર આપી શકશે શાહરુખ ખાનને હિટ ફિલ્મ?

સતત ૬ ફિલ્મો ફ્લૉપ થયા બાદ કિંગ ખાન ફૌજી સિરિયલ જેવી ઇન્ડિયન આર્મી પર આધારિત ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે

SRK

શાહરુખ ખાનની ૬ નિષ્ફળ ફિલ્મો બાદ તે શૂજિત સરકાર સાથે હિટ ફિલ્મ આપવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. શાહરુખની ૨૦૧૪માં આવેલી ‘હૅપી ન્યુ યર’, ૨૦૧૫માં આવેલી ‘દિલવાલે’, ૨૦૧૬માં આવેલી ‘ફૅન’ અને ‘ડિયર ઝિંદગી’ તેમ જ ૨૦૧૭માં આવેલી ‘રઈશ’ અને ‘જબ હૅરી મેટ સેજલ’ પણ દર્શકોને જોઈએ એટલી ગમી નથી. આ ફિલ્મોને લઈને તેની ઘણી ટીકા થઈ રહી છે. બીજી તરફ સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે એથી શાહરુખ હાલમાં ઘણા ડિરેક્ટરોને મળી રહ્યો છે એવી ચર્ચા છે જેમાંથી એક ‘પિન્ક’નો ડિરેક્ટર શૂજિત સરકાર છે.

તેઓ બન્ને સાથે ફિલ્મ કરવા માગે છે. તેઓ ઇન્ડિયન આર્મી પર આધારિત ફિલ્મ બનાવવા માગે છે. ૧૯૮૮માં આવેલી શાહરુખની ‘ફૌજી’ સિરિયલ જેવી જ આ ફિલ્મ હશે એવી ચર્ચા ચાલી રહી છે. શૂજિત હાલમાં વરુણ ધવન સાથેની ‘ઑક્ટોબર’ના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે અને શાહરુખ આનંદ એલ. રાય સાથેની ફિલ્મમાં વ્યસ્ત છે. તેઓ બન્ને તેમની ફિલ્મોમાંથી ફ્રી થયા બાદ આ ફિલ્મ માટે વિચાર કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy