ઇન્સ્ટાગ્રામના વધુ ઉપયોગને કારણે સુશાંત થયો બ્લૉક

સુશાંત સિંહ રાજપૂતને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા થોડા સમય માટે બ્લૉક કરવામાં આવ્યો હતો.

sushant

આ બ્લૉક પાછળનું કારણ સુશાંત એનો વધુપડતો ઉપયોગ કરતો હોવાનું છે. બૉલીવુડની મોટા ભાગની સેલિબ્રિટીઝ રોજેરોજ તેમના ચાહકો સાથે સોશ્યલ મીડિયા પર વાત નથી કરતી તેમ જ જ્યારે પણ કરે છે ત્યારે લિમિટેડ સમય માટે કરે છે. જોકે સુશાંત ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે સતત વાત કરતો રહે છે અને તેમને જવાબ આપતો રહે છે. સુશાંતે એક મિનિટમાં ઇન્સ્ટાગ્રામે નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ લોકોને કમેન્ટ દ્વારા જવાબ આપતાં તેને બ્લૉક કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે જ્યારે લોકો આટલી સ્પીડમાં જવાબ આપતા હોય ત્યારે એનો દુરુપયોગ કરવામાં આવે છે. સુશાંતે તેને બ્લૉક કરેલા મૅસેજનો સ્ક્રીન-શૉટ શૅર કરતાં લખ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ, મને શું કામ વારંવાર બ્લૉક કરવામાં આવે છે? હું રિયલ છું અને હું રિયલ ટાઇમમાં મારા ફ્રેન્ડ્સને જવાબ આપું છું. હું એક મિનિટમાં ઘણા લોકોને જવાબ આપું છું, કારણ કે એ મારી કૅપિસિટીની વાત છે. એમાં પ્રૉબ્લેમ શું છે?’

નાગાલૅન્ડમાં પૂરગ્રસ્તોને મદદ કરવાની વિનંતી કરી સુશાંત સિંહ રાજપૂતે

સુશાંત સિંહ રાજપૂતે ગઈ કાલે નાગાલૅન્ડને મદદ કરવા માટે તેના ચાહકોને વિનંતી કરી હતી. નાગાલૅન્ડમાં પૂરને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. લોકોએ કેરળને જે રીતે મદદ કરી હતી એ જ રીતે નાગાલૅન્ડને પણ મદદ કરવા તેણે વિનંતી કરી છે. સુશાંતે કેરળને એક કરોડ રૂપિયાનું દાન કરીને મદદ કરી હતી. સુશાંતે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને લોકોને મદદ માટે અપીલ કરી હતી. તેણે વિડિયોમાં કહ્યું હતું કે ‘આપણા સુંદર નાગાલૅન્ડમાં જે થયું એ દુખની વાત છે. ત્યાં પૂરને કારણે ખૂબ જ ગંભીર હાલત છે અને હજારો ફૅમિલીને એની અસર થઈ છે. હું બધાને અપીલ કરું છું કે તેમના માટે પ્રાર્થના કરો અને તમારાથી શક્ય હોય એ રીતે મદદ કરો. પૈસા હોય કે જીવનજરૂરિયાતની વસ્તુ, તાત્કાલિક ધોરણે મદદ કરવી જરૂરી છે. આ સમાચાર વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી પરિસ્થિતિને જલદી કાબૂમાં લાવી શકાય. આપણે નાગાલૅન્ડ માટે એક થઈને આગળ આવવું જોઈએ. જય હિન્દ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK