ફિલ્મમાં કામ કરવું ઈશાનની નિયતિમાં પહેલથી જ લખાઈ ચૂક્યું હતું : શાહિદ

શાહિદ કપૂરનું માનવું છે કે તેના સાવકા ભાઈએ ફિલ્મમાં એન્ટ્રી કરવી એ તેની નિયતિમાં લખાઈ ચૂક્યું હતું.

ishaan

ઈશાનની ઈરાનિયન ફિલ્મમેકર મજીદ મજિદી સાથેની ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ ૨૦ એપ્રિલે ભારતમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તેની બૉલીવુડની પહેલી ફિલ્મ ‘ધડક’ ૨૦ જુલાઈએ રિલીઝ થઈ હતી. આ વર્ષે તેની બે ફિલ્મ રિલીઝ થઈ છે. શું શાહિદ તેની ફિલ્મની કરીઅરમાં રસ લઈ રહ્યો છે? આ વિશે જવાબ આપતાં શાહિદે કહ્યું હતું કે ‘હું સાડાચૌદ વર્ષનો હતો જ્યારે ઈશાનનો જન્મ થયો હતો. તેના જન્મથી અને મને ભાઈ મળ્યો હોવાથી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મેં ૨૦-૨૧ વર્ષે કામ શરૂ કર્યું હતું જ્યારે ઈશાન છ વર્ષનો હતો. હું એ વખતે ઇન્ડિપેન્ડન્ટ બની ગયો હતો અને એથી જ ઈશાન તરફ મને ભાઈ કરતાં વધુ પિતા જેવો પ્રેમ છે. તે જેમ-જેમ મોટો થતો ગયો તેમ-તેમ ફિલ્મો તરફ આકર્ષાતો ગયો. તે ફિલ્મમાં કામ કરવાનું ઇચ્છતો હોવાનું જાણીને હું ચિંતિત થઈ ગયો હતો. તે મારો ભાઈ હોવાથી તેને ફિલ્મની ઑફર મળશે એ મને ખબર હતી, પરંતુ મારું ટેન્શન એ હતું કે તે ફિલ્મમાં એન્ટ્રી કરે એ પહેલાં એ વિશે જાણે. તે પહેલાં હોમવર્ક કરે એવું હું ઇચ્છતો હતો. ફિલ્મમાં દાખલ થવું તેની નિયતિમાં પહેલેથી જ લખાઈ ગયું હતું. તે ખૂબ જ ટૅલન્ટેડ છે. તેની ફિલ્મોમાં હું દખલગીરી નથી કરતો, પરંતુ ફિલ્મો પર નજર જરૂર રાખું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK