આત્મસંતોષ એ એક ધીમું ઝેર છે : અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું માનવું છે કે પોતાના કામને લઈને આત્મસંતોષ થવાની ભાવના એક ધીમા ઝેર જેવી છે.

abhishek bachhan


અભિષેક માટે સ્ક્રીન પર દેખાવા માટે ફિલ્મ કરવા કરતાં યોગ્ય અને મહkવની ફિલ્મને પસંદ કરવી જરૂરી છે. આ માટે તેણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તે ‘મનમર્ઝિયાં’ દ્વારા ફરી કમબૅક કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં અભિષેકે કહ્યું હતું કે ‘હું મારા કામને લઈને આત્મસંતોષી બની ગયો હતો અને એથી જ મેં બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. આત્મસંતોષ ધીમા ઝેર જેવો છે. એને દૂર કરી ફરી ફિલ્મો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેં બ્રેક લીધો હતો. મારી ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને મેં મારા ભૂતકાળનું નિરીક્ષણ કર્યું અને મારા સારા ભવિષ્ય માટે કેવી રીતે કામ કરવું એ નક્કી કર્યું હતું. દરેકની મુસાફરી અલગ હોય છે. હું એમ નથી કહેતો કે દરેક આર્ટિસ્ટે બ્રેક લેવો જરૂરી છે. આ જે-તે વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે. તમારી લાઇફની જે-તે ક્ષણમાં તમને જે જરૂરી લાગે એ તમારે કરવું જોઈએ. સ્ક્રીન પર દેખાવા પૂરતી ફિલ્મ કરવા કરતાં મારા માટે યોગ્ય અને મહત્વની ફિલ્મોમાં કામ કરવું જરૂરી છે.’

દર્શકોને ફિલ્મ પસંદ ન પડે તો મારી આકરી ટીકા કરવાનો તેમને હક છે : અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું કહેવું છે કે દર્શકોને ફિલ્મ પસંદ ન પડે તો આકરી ટીકા કરવાનો તેમને હક છે. અભિષેકે તેની કરીઅરમાં સારી અને ખરાબ બન્ને પ્રકારની ફિલ્મો આપી છે અને તેણે આકરી ટીકાને પણ સહન કરી છે. આ વિશે પૂછતાં અભિષેક કહ્યું હતું કે ‘મારા દર્શકોને પૂરતું મનોરંજન પૂÊરું પાડવા માટે હું સતત સારી ફિલ્મોની શોધ કરતો રહું છું અને એ મુસાફરીમાં મને ઘણાં પાત્રો ભજવવાનો ચાન્સ મળે છે. હું ફિલ્મને કેવી રીતે વધુ મનોરંજક બનાવવી એ માટે વધુ મહત્વ આપું છું. દર્શકો અને ક્રિટિક્સ મારી પાસેથી આશા રાખી રહ્યા હોય એ હું સમજી શકું છું. તેમને મારો પર્ફોર્મન્સ ન ગમતાં તેઓ આકરી ટીકા કરે તો પણ મને એનો વાંધો નથી. લોકો મારી ફિલ્મો જોવા માટે પૈસા ખર્ચે છે અને તેમને પૂરો અધિકાર છે મારી નિંદા કરવાનો. તેઓ મારા પર સીધી કમેન્ટ કરે તો પણ મને કોઈ વાંધો નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK