કેરળ માટે ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા કુણાલ કપૂરે ભેગા કર્યા ૧.૨૦ કરોડ રૂપિયા

કેરળના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કુણાલ કપૂરે ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા ૧.૨૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

kunal

આ પૈસા કેરળના લોકોની ફરી નૉર્મલ લાઇફ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. કેરળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બૉલીવુડની ઘણી હસ્તીઓ એ માટે મદદ કરી રહી છે. વરસાદને કારણે કેરળમાં મૃત્યુનો આંકડો ૩૫૦થી વધુનો છે અને હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે. આ માટે કુણાલ કપૂરે ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા ૧.૨૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ વિશે વધુ જણાવતાં કુણાલ કપૂરે કહ્યું હતું કે ‘આર્મી અને કેટલાંક નૉન-ગર્વનમેન્ટલ ઑર્ગેનાઇઝેશન દ્વારા કેરળના લોકોને બચાવવાની સાથે તેમની લાઇફને ફરી નૉર્મલ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આપણે ઑર્ગેનાઇઝેશનને સપોર્ટ કરવો જોઈએ જેથી તેઓ લોકોને વધુ મદદ કરી શકે. આ માટે ઘણા લોકો મદદ કરી રહ્યા હોવાની મને ખૂબ જ ખુશી છે. અમે આ માટે ૧.૨૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને હજી તો આ એક શરૂઆત છે. કેરળમાં ફૂડ, મેડિકલ અને બેઝિક સપ્લાયની ખૂબ જ જરૂર છે. હું લોકોને એ જ કહેવા માગું છું કે તમારાથી શક્ય હોય એટલી મદદ તેમને કરવામાં આવે.’

અમેરિકામાં કેરળને સપોર્ટ કરતાં એ. આર. રહમાને ગાયું ગીત

એ. આર. રહમાન હાલમાં અમેરિકામાં ટૂર કરી રહ્યો છે અને તેણે ત્યાં કેરળને સપોર્ટ કરતાં ગીત ગાયું હતું. એ. આર. રહમાનની કૅલિફૉનર્યિામાં કૉન્સર્ટ યોજાઈ હતી. આ કૉન્સર્ટમાં તેણે તેનું ગીત ‘મુસ્તફા મુસ્તફા’ ગાયું હતું. આ ગીતમાં તેણે શબ્દોના બોલ બદલી કાઢ્યા હતા. તેણે ગાયું હતું કે ‘કેરલા કેરલા ડોન્ટ વરી, કેરલા... આ પણ પસાર થઈ જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK