શાહરુખ ૩૦૦ ટકા ઇન્વૉલ્વમેન્ટ સાથે કામ કરે છે : કાજોલ

ઝીરોમાં શાહરુખ ખાનની રાની મુખરજી અને કાજોલ સાથે સ્પેશ્યલ સીક્વન્સ

kajol

આનંદ એલ. રાયની આાગામી ફિલ્મ ‘ઝીરો’માં કૅટરિના કૈફ અને અનુષ્કા શર્મા ભલે હિરોઇન હોય પણ શાહરુખ ખાન માટે લકી રહેલી હિરોઇનો કાજોલ અને રાની મુખરજી સાથે તેની સ્પેશ્યલ સીક્વન્સ જોવા મળશે. આ સીક્વન્સનું શૂટિંગ થયું છે અને રાનીએ સીક્વન્સના અનુભવને ‘કુછ કુછ હોતા હૈ’ પાર્ટ ૨ ગણાવ્યો છે.

આ સંદર્ભમાં કાજોલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘શાહરુખ સાથે મારી અડધો ડઝનથી વધારે ફિલ્મો આવી છે અને તેની સાથે કામ કરવું એ લહાવો છે. તે ઍક્ટ્રેસનું બધું કામ આસાન બનાવે છે. તે એક એવી અમેઝિંગ વ્યક્તિ છે જે ૩૦૦ ટકા ઇન્વૉલ્વમેન્ટ સાથે કામ કરે છે. આવા ફાઇન ઍષ્ટર સાથે કામ કરવાની મજા પડે છે.’

શાહરુખ ખાનના કામનાં વખાણ કરતાં કાજોલે કહ્યું હતું કે ‘અમે એકસાથે પહેલાં સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી કામ કરતાં હતાં. એ સમયે AC રૂમ જેવી સુવિધા નહોતી. દરેક દિવસને ગંભીરતાથી લેવો પડતો હતો. એ માટે શિસ્તની જરૂર પડે અને એ મને મારી મમ્મીએ શીખવી હતી.’

મમ્મીએ શીખવેલી શિસ્તને યાદ કરતાં કાજોલે કહ્યું હતું કે ‘મારી મમ્મીએ બાળપણમાં મને ઘરમાં સાફસફાઈ કેવી રીતે કરવી એ શીખવ્યું હતું. હું ઘરમાં પોતાં પણ કરતી અને બાથરૂમ પણ સાફ કરતી હતી. જો ઘરકામ કરવા માટે કોઈ ન આવે તો એ કામ જાતે કરવાની આદત હોવી જોઈએ એવું મમ્મી કહેતી. આવી બાબતો તમને ઘણું શીખવી જાય છે. કોઈ પણ વ્યક્તિની જૉબ ઓછી મહત્વનો નથી હોતી. તમારે બધાનું માન જાળવવું જોઈએ. મેં મારાં બાળકોને પણ ઘરમાં ઝાડુ કાઢતાં શીખવ્યું છે અને એથી તેઓ કચરો ઓછો કરે છે.’

SRK

શાહરુખ ખાનનું થશે દાવોસમાં સન્માન

દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે અને એ વખતે બાવીસ જાન્યુઆરીએ યોજાનારા ચોવીસમા ક્રિસ્ટલ અવૉર્ડ્સમાં શાહરુખ ખાનનું સન્માન કરવામાં આવશે. શાહરુખ ખાને ભારતમાં બાળકો અને મહિલાઓના અધિકાર માટે કરેલા કામને બિરદાવવા માટે આ સન્માન કરવામાં આવશે. શાહરુખ ખાન નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન મી ફાઉન્ડેશનનો સ્થાપક છે. તે ઍસિડ-અટૅકનો ભોગ બનેલી મહિલાઓને સપોર્ટ કરે છે. આવી મહિલાઓને સારવાર ઉપરાંત કાનૂની સલાહ, વોકેશનલ ટ્રેઇનિંગ, પુનર્વસન અને તેમને રોજગાર પૂરો પાડવામાં પણ મદદ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK