પ્રધાનોના સ્વમૂલ્યાંકન વખતે નક્કી થશે કૅબિનેટમાં તેમનું સ્થાન

વડા પ્રધાન આ મહિનાની છેલ્લી તારીખે દરેક પ્રધાન પાસેથી સ્વમૂલ્યાંકન અહેવાલ માગશે અને આ વખતે પ્રધાનોને ડર છે કે આ મૂલ્યાંકન પ્રધાનમંડળમાં થનારા આગામી ફેરફારમાં તેમનું ભાવિ નક્કી કરી શકે છે.



સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રધાનો તેમની સિદ્ધિઓ ગણાવી વડા પ્રધાનને પ્રભાવિત કરવામાં વ્યસ્ત છે. સરકારી મંત્રાલયો અને એમની કેટલીક મહત્વની કામગીરી વિશેના લોકોનાં સર્વેક્ષણોને પણ તેઓ બહુ ગંભીરપણે લઈ રહ્યા છે.

માયગવર્નમેન્ટડોટઇન દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં રેલવેપ્રધાન સુરેશ પ્રભુ ટોચ પર રહ્યા છે. ત્યાર બાદના ક્રમે વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, પરિવહનપ્રધાન નીતિન ગડકરી અને વીજપ્રધાન પીયૂષ ગોયલ આવ્યા હતા. પ્રધાનમંડળના ફેરફાર વખતે પ્રધાનોની ઉંમરને તથા તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, નાણાં અને કૃષિના ક્ષેત્રે કરેલી કામગીરીને ધ્યાન પર લેવામાં આવી શકે છે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત જેવા અગત્યના પ્રોજેક્ટ્સમાં તેમની કામગીરી પણ ધ્યાનમાં લેવામાં આવશે. આસામના મુખ્ય પ્રધાન બનેલા સ્પોટ્ર્સ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલની ખાલી પડેલી જગ્યાએ અન્યની નિમણૂક કરવા બાબતે પણ નિર્ણય લેવામાં આવશે. વીજપ્રધાન ગોયલને અન્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળવાનો આવી શકે છે. નર્મિલા સીતારામન કે રાઘવેન્દ્ર રાઠોડ જેવા રાજ્યકક્ષાના પ્રધાનને કૅબિનેટ કક્ષાનું સ્થાન મળી શકે છે. એક અટકળ એવી પણ છે કે નાણાપ્રધાન અરુણ જેટલીનો પોર્ટફોલિયો પણ બદલાઈ શકે છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK