હવે વર્લ્ડ બૅન્ક કહે છે કે ભારતનો GDP દર ઘટીને ૨૦૧૭માં ૭ ટકા રહેશે

સરકાર સમતોલ પ્રોત્સાહક નીતિ અપનાવશે તો ૨૦૧૮માં વિકાસ વધશે

ભારતના આર્થિક વિકાસની ચિંતા હવે વર્લ્ડ બૅન્ક પણ કરવા લાગી છે. વર્લ્ડ બૅન્કે કહ્યું છે કે ભારતનો GDP દર ૨૦૧૫માં ૮.૬ ટકા હતો એ ૨૦૧૭માં ઘટીને ૭ ટકા રહેવાની ધારણા છે. ડીમૉનેટાઇઝેશન અને GSTના અમલની અસરરૂપે આ ગ્રોથ ધીમો પડ્યો હોવાનો મત વ્યક્ત કરવામાં આïવ્યો છે. વર્લ્ડ બૅન્કે ભારતમાં ખાનગી ક્ષેત્રના રોકાણમાં આવતા અવરોધોને કારણે આ વિકાસ પર વધુ દબાણ આવી શકે એવી ચેતવણીનો સૂર પણ વ્યક્ત કર્યો છે.

તાજેતરમાં જ IMFએ પણ ભારતનો આર્થિક વિકાસ દર ૦.૫ ટકા ઘટાડી ૬.૭ ટકાનો અંદાજ મૂક્યો છે. જોકે વર્લ્ડ બૅન્કે એવું પણ કહ્યું છે કે સરકાર જો જાહેર ખર્ચની અને ખાનગી રોકાણ આકર્ષવાની મજબૂત અને સમતોલ નીતિ અમલમાં મૂકે તો આ ગ્રોથ રેટ ૨૦૧૮માં ૭.૩ ટકા થઈ શકે. આ વિષયનો રિપોર્ટ વર્લ્ડ બૅન્ક અને IMFની વાર્ષિક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ બૅન્કે વધુમાં કહ્યું છે કે ભારતનો ગ્રોથ રેટ ધીમો પડવાની અસર સાઉથ એશિયા પર પણ પડી છે.

એક તરફ સાતમા વેતનપંચની ભલામણના અમલ બાદ, સારા વરસાદને પગલે ગ્રામ્ય ડિમાન્ડ વધવાને કારણે ખર્ચ અને વપરાશ વધ્યાં છે, જ્યારે બીજી બાજુ GSTને કારણે ઉત્પાદન અને સંબંધિત વેપારપ્રવૃત્તિ પર અસર થઈ છે. જોકે એકાદ ક્વૉર્ટરમાં સુધારો જોવા મળશે અને  વિકાસદર ૭ ટકા થશે, ત્યાર બાદ સરકાર તરફથી રિવાઇવલના પ્રયાસો ચાલુ રહેવા પર ૨૦૨૦ સુધીમાં ગ્રોથ રેટ ૭.૪ ટકા થશે.

ભારતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડે એવી શક્યતા : મૉર્ગન સ્ટૅન્લી


વૈશ્વિક નાણાકીય સર્વિસ આપતી કંપની મૉર્ગન સ્ટૅન્લીએ એના નવીનતમ અહેવાલમાં ઉક્ત નિષ્કર્ષ કાઢ્યો છે કે ભારતમાં હવે GSTના અમલની અસર ઓસરવા માંડી છે અને કૉમોડિટીના ભાવ વધી રહ્યા છે એથી દેશમાં ઔદ્યોગિક વિકાસ થશે અને ફુગાવો પણ વધશે. એથી ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેક્સ, રીટેલ ફુગાવો અને હોલસેલ ફુગાવો ઊંચે જઈ શકે છે. હવે અર્થતંત્રમાં વપરાશ અને નિકાસ બન્ને વધવાથી વૃદ્ધિની ગાડી પૂરપાટ દોડવા માંડે એવી શક્યતા છે.

ઑગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેક્સ અને સપ્ટેમ્બરમાં નિકાસ વધશે એવો એનો અંદાજ છે. એણે એમ પણ કહ્યું છે કે રીટેલ ફુગાવો વધીને ૩.૮ ટકા અને હોલસેલ ફુગાવો ૩.૪ ટકા થઈ જશે. ઑઇલના ભાવ વધી ગયા હોવાથી મોંઘવારી વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK