ડિસ્ક્લોઝરમાં વિલંબ બદલ વિપ્રોના કર્મચારીને બે લાખ રૂપિયાનો દંડ

સેબીએ સંદીપ ભટનાગર વિરુદ્ધ કાનૂની કારવાઈ શરૂ કરી હતી, કારણ કે તેણે પ્રોહિબિશન ઑફ ઇન્સાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સનું પાલન કર્યું નહોતું.

wipro

વિપ્રોના એક કર્મચારી સંદીપ ભટનાગરે ૨૦૧૫માં વિપ્રોના શૅર્સ વેચ્યા હતા એ વિશેનું ડિસ્ક્લોઝર ફાઇલ કરવામાં વિલંબ કરવા બદલ બજાર નિયામક સેબીએ તેને બે લાખ રૂપિયાનો દંડ કર્યો છે. એ જાણવા મળ્યું નથી કે સંદીપ ભટનાગર હજી પણ વિપ્રોનો કર્મચારી છે કે નહીં.

સેબીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે સંદીપ ભટનાગરે વિપ્રો પાસેથી ૨૦૧૫ની ૨૭ જુલાઈએ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ કંપનીના ૨૨૩૭ શૅર્સ ૨૦૧૫ની ત્રીજી ઑગસ્ટે ૧૨,૭૭,૯૯૮ રૂપિયામાં વેચ્યા હતા.

સેબીનાં જનરલ મૅનેજર અને ઑફિસર રચના આનંદે કહ્યું હતું કે ‘સોદાનું મૂલ્ય દસ લાખ રૂપિયાથી અધિક હોવાથી સંદીપ ભટનાગરે પ્રોહિબિશન ઑફ ઇન્સાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ પ્રમાણે બે દિવસમાં એટલે કે ૨૦૧૫ની પાંચ ઑગસ્ટ સુધીમાં ડિસ્ક્લોઝર ફાઇલ કરવાનું હતું. જોકે તેણે ૨૦૧૫ની ૧૦ ઑગસ્ટે ડિસ્ક્લોઝર ફાઇલ કર્યું હતું. આમ તેણે ડિસ્ક્લોઝર ફાઇલ કરવામાં વિલંબ કરીને નિયમનો ભંગ કર્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK