આખરે વૉલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો ખરીદ્યો ૭૭ ટકા ભાગ માટે અપાયા ૧૬ અબજ ડૉલર

મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા બાદ આખરે ગઈ કાલે વૉલમાર્ટ-ફ્લિપકાર્ટના કરાર પરથી પડદો ઊંચકાઈ ગયો.

walmart

અમેરિકાની મહાકાય રીટેલર કંપની વૉલમાર્ટે ભારતની અગ્રણી ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સો આશરે ૧૬ અબજ ડૉલરમાં ખરીદી લીધો છે. વૉલમાર્ટ માટે આ સૌથી મોટું ઍક્વિઝિશન છે.

આ સોદાને પગલે ૧૧ વર્ષ જૂની ફ્લિપકાર્ટનું કુલ મૂલ્ય ૨૦.૮ અબજ ડૉલર થયું છે.

વૉલમાર્ટે નિવેદનમાં જણાવ્યા મુજબ એણે ફ્લિપકાર્ટમાં લગભગ ૭૭ ટકા હિસ્સો ખરીદી લેવાનું નક્કી કર્યું છે. આ સોદા બાદ સચિન બંસલ કંપની છોડી દેશે. તેમણે બિન્ની બંસલ સાથે મળીને ૨૦૦૭માં ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.

સચિન અને બિન્નીની અટક એક છે, પરંતુ તેમની વચ્ચે લોહીનો કોઈ સંબંધ નથી. તેઓ એક સમયે ઍમેઝૉન ડૉટકૉમમાં સાથે કામ કરતા હતા.

વૉલમાર્ટે ૭૭ ટકા હિસ્સો ખરીદ્યા બાદ બાકીનો હિસ્સો હાલના શૅરધારકો પાસે રહેશે જેમાં બિન્ની બંસલ, ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટાઇગર ગ્લોબલ મૅનેજમેન્ટ અને માઇક્રોસૉફ્ટનો સમાવેશ થાય છે.

વૉલમાર્ટના પ્રેસિડન્ટ શું કહે છે?

વૉલમાર્ટના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડોઉ મૅક્મિલને નિવેદનમાં કહ્યું છે કે ‘ભારત વિશ્વની સૌથી વધુ આકર્ષક રીટેલ માર્કેટમાં સ્થાન ધરાવે છે. અહીં રોકાણ તથા વિકાસ કરવા માટેની તકમાં સહભાગી થવા માટે અમે રોકાણ કર્યું છે. અમારા રોકાણને પગલે ભારતને ગુણવત્તા અને ગ્રાહકોને સસ્તા ભાવે વસ્તુઓ મળશે તથા કુશળ કર્મચારીઓ માટે રોજગારની તક ઉપલબ્ધ થશે. આ ઉપરાંત નાના સપ્લાયરો, ખેડૂતો અને મહિલા ઑન્ટ્રપ્રનર્સને નવા અવસર મળશે.

ભારતમાં વૉલમાર્ટ

વૉલમાર્ટે ભારતમાં કૅશ ઍન્ડ કૅરી બિઝનેસમાં પદાર્પણ કર્યું છે. આજે એ આ પ્રકારના ૨૧ સ્ર્ટોસ ધરાવે છે. ૯ રાજ્યોમાં ૧૯ શહેરોમાં સ્ર્ટોસ હોવા ઉપરાંત એનું એક ફુલફિલમેન્ટ સેન્ટર પણ છે. કંપનીએ જણાવ્યા મુજબ એનો ૯૫ ટકા માલ ભારતમાંથી આવે છે.

ઍમેઝૉન માટે ફ્લિપકાર્ટ એટલે હમારી બિલ્લી હમ હી સે મ્યાઉં


ફ્લિપકાર્ટને ખરીદીને વૉલમાર્ટ ઍમેઝૉન ડૉટકૉમની સામે કટ્ટર સ્પર્ધા ઊભી કરી રહ્યું છે એવા સમયે એ નોંધનીય છે કે ફ્લિપકાર્ટના સ્થાપકો સચિન બંસલ અને બિન્ની બંસલ એક સમયે ઍમેઝૉનમાં જ કામ કરતા હતા. તેમણે ફ્લિપકાર્ટ રચી ત્યારે સૌથી પહેલાં ઍમેઝૉનની જેમ પુસ્તકો વેચવા પર જ વધારે ભાર આપ્યો હતો.

૨૦૦૭નું આ સ્ટાર્ટઅપ આજે ૧૧ વર્ષે ૧૬ અબજ ડૉલરનો સોદો પાર પાડી શક્યું છે જેનું શ્રેય સચિન અને બિન્નીને આપવું ઘટે. તેઓ બન્ને ૨૦૦૫માં IIT-દિલ્હીમાં મળ્યા હતા. તેમણે ઑક્ટોબર ૨૦૦૭માં ફ્લિપકાર્ટની સ્થાપના કરી. એ વખતે પુસ્તકો ઑનલાઇન વેચવા મુકાયાં હતાં. તેમના પ્રથમ વર્ષમાં ફક્ત ૨૦ ડિલિવરીઓ મોકલાઈ હતી. એ વખત અને આજની ઘડી, આજે ભારતીય ઈ-કૉમર્સ એટલું પ્રબળ બની ગયું છે કે વિદેશી મહાકાય રીટેલર એક કંપનીના ૭૭ ટકા હિસ્સા માટે ૧૬ અબજ ડૉલર ખર્ચવા તૈયાર થયું છે.

આજે ભારતમાં ઈ-કૉમર્સ ઉદ્યોગ ૩૦ અબજ ડૉલરનો થઈ ગયો છે અને ૨૦૨૬ સુધીમાં એનું કદ ૨૦૦ અબજ ડૉલર થવાનો અંદાજ છે.

ફ્લિપકાર્ટ અને ઈ-કૉમર્સ એ બન્નેનો વિકાસ સમાન પ્રકારે જ થયો છે એમ કહીએ તો ચાલે. ફ્લિપકાર્ટની શરૂઆત બૅન્ગલોરમાં બે બેડરૂમના એક અપાર્ટમેન્ટથી થઈ હતી. આજે દેશમાં અનેક જગ્યાએ એનાં કાર્યાલયો છે અને બૅન્ગલોરમાં જ એણે ૧ લાખ ચોરસ ફુટનું કૅમ્પસ બનાવ્યું છે અને એમાં ૬૮૦૦ કર્મચારીઓ કાર્યરત છે.

ફ્લિપકાર્ટમાં બે વર્ષની કામગીરી બાદ એનો પહેલો ફુલટાઇમ કર્મચારી અંબુર ઐયપ્પા હતો. કર્મચારીઓને અપાતા શૅરને કારણે એ કર્મચારી કરોડપતિ બની ગયો છે. એ જ વર્ષે કર્મચારીઓની સંખ્યા વધીને ૧૫૦ થઈ ગઈ તથા એક્સેલ પાર્ટનર્સે ૧ મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું. એના થોડા મહિના બાદ ટાઇગર ગ્લોબલે ૧૦ મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું. પછીથી ટેનસેન્ટ, ઈબે, માઇક્રોસૉફ્ટ અને સૉફ્ટબૅન્ક વિઝન ફન્ડે રોકાણ કર્યું.

ફ્લિપકાર્ટે ૨૦૧૦માં ઇલેક્ટ્રૉનિક્સ, મોબાઇલ ફોન વગેરેનું વેચાણ શરૂ કર્યું. આજે એ શ્રેણી મોટો હિસ્સો ધરાવે છે. એ જ વર્ષે એણે કૅશ ઑન ડિલિવરી શરૂ કરી હતી.

૨૦૧૬માં કંપનીએ ૧૦૦ મિલ્યન રજિસ્ટર્ડ ગ્રાહકોનું સીમાચિહ્ન સર કર્યું અને સચિન-બિન્ની ‘ટાઇમ’ મૅગેઝિનમાં ચમક્યા. પછીથી કંપનીએ ઍક્વિઝિશન શરૂ કર્યાં જેમાં વીરીડ, લેટ્સબાય, મિત્રા અને ફોનપેનો સમાવેશ થાય છે. એણે જીવ્સ અને એનજીપેમાં પણ બહુમતી હિસ્સો ખરીદ્યો છે.

વૉલમાર્ટનો આંતરરાષ્ટ્રીય બિઝનેસ


વૉલમાર્ટ ૨૮ દેશોમાં ૬૫ વિવિધ નામ હેઠળ કામ કરે છે. એના સ્ર્ટોસની સંખ્યા ૧૧,૭૦૦ છે અને લગભગ ૨૭ કરોડ ગ્રાહકો છે. એની ઈ-કૉમર્સ વેબસાઇટ્સ પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK