વિજય માલ્યા જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોની મિલકત જપ્ત કરવા માટેનો કાયદો આવી રહ્યો છે

સંસદના શિયાળુ સત્રમાં ખરડો રજૂ થશે

malya

કાયદા મંત્રાલયે ભાગેડુ આર્થિક ગુનેગારો અને ભારત બહાર ભાગી જતા ડિફૉલ્ટર્સની મિલકતો જપ્ત કરવાની સરકારને સત્તા આપતો નવી જોગવાઈ સાથેનો ખરડો તૈયાર કર્યો છે એમ સત્તાવાર સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું.

ફ્યુજિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર્સ બિલ ૨૦૧૭ના લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ થાય એ પૂર્વે મંત્રાલય સેવિંગ ક્લોઝનો એમાં ઉમેરો કરવા માગે છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સેવિંગ ક્લોઝ ખરડામાં કેટલાક અપવાદોની જોગવાઈ કરે છે. એ નાબૂદ કરાયેલા કાયદાને કેટલાક વર્તમાન હકો સાથે અમલી બનાવશે. આ કાયદો ૧૦૦ કરોડ રૂપિયાથી અધિક રકમનો ગુનો હોય એવા કિસ્સાને લાગુ પડશે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-’૧૮ના બજેટના ભાષણમાં ભાગેડુઓની મિલકતો જપ્ત કરવા વિશેના કાયદામાં ફેરફાર કરવાનું કે નવો કાયદો ઘડવાનું વચન આપ્યું હતું. આ કાયદો દેશની કાનૂની પ્રક્રિયાથી બચવા વિદેશ ભાગી જતા ગુનેગારોમાં ધાક બેસાડશે.

નાણામંત્રાલય હેઠળનો ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ આર્થિક ગુનેગારને ભાગેડુ જાહેર કરવાની અને તેની મિલકતો હસ્તગત કરવાની અરજી કરશે. પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ હેઠળની અદાલતોમાં આ સંદર્ભના કેસ ચાલશે.

નાણામંત્રાલયે ડ્રાફ્ટ કૅબિનેટ નોટ તૈયાર કરીને એના પર કાનૂન મંત્રાલયનો અભિપ્રાય માગ્યો હતો.

લેણદારોને ચુકવણી કરવા પ્રૉપર્ટીના નિકાલ માટે ઍડ્મિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાની જોગવાઈ પણ બિલમાં છે. તાજેતરના ભૂતકાળમાં મોટા ગુનેગારો કાનૂનથી બચવા દેશ છોડી ગયા છે જેમાં ૬૧ વર્ષના વિજય માલ્યાનો સમાવેશ છે. માલ્યાએ વિવિધ બૅન્કોને ૯૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આવા ગુનેગારોની મિલકતો જપ્ત કરવા માટેનો કાયદો આવી રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK