મોદી સરકારના આર્થિક સુધારાથી વિશ્વમાં સૌથી વધુ ઝડપે વધી રહ્યું છે ભારતનું અર્થતંત્ર : IMF

GST અને નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાને લાભ

imf





હાથીની જેમ દોડવા લાગેલું ભારતનું ૨.૬ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯માં ૭.૩ ટકા અને એ પછીના વર્ષે ૭.૫ ટકાના દરે વધશે એમ વૉશિંગ્ટન સ્થિત ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના ભારત મિશનના વડા રેનીલ સાલગાદોએ કહ્યું હતું. અર્થતંત્રની વાર્ષિક સમીક્ષાના આર્ટિકલ ચારમાં મુખ્ય જોખમો તરીકે ઑઇલની ઊંચી કિંમતો, વિશ્વની તંગ નાણાકીય સ્થિતિ અને મહેસૂલી ખાધને ગણાવવામાં આવ્યાં છે.

નાણાકીય નીતિ કડક બનાવો

સત્તાવાળાઓએ મજબૂત વિકાસનો લાભ દેવું ઘટાડવા, કન્ઝમ્પ્શન ટૅક્સ-સિસ્ટમને સરળ બનાવવામાં અને ધીમે-ધીમે નાણાકીય નીતિ કડક બનાવવા માટે કરવો જોઈએ એમ અહેવાલમાં કહેવાયું છે. ૨૦૧૬ના ઉત્તરાર્ધમાં નોટબંધી અને ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના નવા વેરા માળખાને પગલે લાગેલા આઘાત બાદ ભારતનું અર્થતંત્ર ફરી એક વાર વેગ પકડી રહ્યું છે. સતત સાત ક્વૉર્ટરથી અર્થતંત્ર વધી રહ્યું છે અને જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં સૌથી ઝડપી વૃદ્ધિ થઈ છે અને ઑટો સેલ્સ ડેટાનો પર્ચેઝિંગ મૅનેજર્સ સર્વે દર્શાવે છે કે અર્થતંત્રનો વૃદ્ધિદર સાત ટકાથી અધિક રહેશે.

સરકાર સામેની સમસ્યા

સરકાર જૂન મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડા ૩૧ ઑગસ્ટ સુધીમાં જાહેર કરશે. ઊંચા વિકાસદરથી આગામી વર્ષમાં થનારી ચૂંટણીમાં મતદારો વર્તમાન સરકાર તરફ ઝૂકે એ જરૂરી નથી, કારણ કે તેમણે બેરોજગારી અને કૃષિ સમસ્યાઓનો સામનો કરવો પડશે. એ સિવાય અન્ય જોખમો પણ છે. રૂપિયો આ વર્ષે ડૉલર સામે સાત ટકા ઘટ્યો છે અને મુખ્ય એશિયન કરન્સીમાં એની કામગીરી સૌથી વધુ કંગાળ રહી છે, જેણે ફુગાવો વધવાનો ભય પેદા કર્યો છે. વેપાર ક્ષેત્રે પ્રવર્તતી તંગદિલી અને ઑઇલના ઊંચા ભાવ વચ્ચે આર્થિક સ્થિરતા જાળવી રાખવા નીતિ ઘડવૈયાઓએ ગયા સપ્તાહે વ્યાજદરમાં બીજો સીધો વધારો કર્યો છે.

ઊંચા વિકાસદર માટે માળખાકીય સુધારા ચાલુ રાખવા પડશે એમ રેનીલ સાલગાદોએ કહ્યું છે. GSTના રૅશનલાઇઝેશનથી ઉત્તમ લાભ પ્રાપ્ત થશે અને શ્રમક્ષેત્રના સુધારાઓ કંપનીઓને વિસ્તરણ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK