લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ પર ૧૮ વર્ષે ટૅક્સ પાછો લાગ્યો

૩૧ જાન્યુઆરી સુધીના લાભને સંરક્ષિત રાખવાની જોગવાઈને લીધે બજારનું ધોવાણ અટક્યું

BSE

સરકારે ૧૮ વર્ષના સમયગાળા બાદ ગઈ કાલે ઇક્વિટીના વેચાણમાં થતા નફા પર ૧૦ ટકાનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (LTCG) ટૅક્સ લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ આ સાથે જ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં મળતા ડિવિડન્ડની આવક પર પણ ૧૦ ટકા લેખે કરવેરો લેવાની જાહેરાત ૨૦૧૮-’૧૯ના બજેટમાં કરી છે.

નોંધનીય છે કે LTCG ગણતી વખતે ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના ભાવને આધાર ગણવામાં આવશે. આમ કૅપિટલ ગેઇન્સ એ ભાવ કરતાં વધારે ભાવે થયેલા વેચાણમાંથી મળેલા નફા પર ૧૦ ટકા લેખે લાગુ થશે. LTCGની જાહેરાત થતાં શૅરબજારમાં ૪૦૦ પૉઇન્ટનો કડાકો બોલાયો હતો, પરંતુ ૩૧ જાન્યુઆરીના ભાવની સ્પષ્ટતા થતાં બજાર સુધર્યું હતું અને ઘટાડો મામૂલી રહ્યો હતો.

સરકારને LTCG દ્વારા પ્રથમ વર્ષે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થવાનો અંદાજ છે. ત્યાર પછીનાં વર્ષોમાં આવક વધતી જશે એમ તેમનું કહેવું છે.

અત્યારે ઇક્વિટીની ખરીદીના એક વર્ષની અંદર કરાયેલા વેચાણ પર થતા નફાને ૧૫ ટકા શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ લાગુ થાય છે. એક વર્ષ પછી કરાતા વેચાણના નફાને LTCG કહેવાય છે અને અત્યાર સુધી એના પર કોઈ કરવેરો નહોતો.

જેટલીએ કહ્યું હતું કે ‘કરમુક્તિ વગર પણ ઇક્વિટીનું રોકાણ આકર્ષક છે. આથી LTCG ટૅક્સ લાગુ કરી શકાય એ વાતમાં વજૂદ છે. કંપનીઓને થતા નફાની રકમ મૅન્યુફૅક્ચરિંગમાં રોકવાને બદલે નાણાકીય ઍસેટ્સમાં રોકવામાં આવતી હતી.’

ઇક્વિટી ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફન્ડના ડિવિડન્ડ પરના ૧૦ ટકાના ટૅક્સ વિશે તેમણે કહ્યું હતું કે એનાથી ગ્રોથ ઓરિયેન્ટેડ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ફન્ડ સમાન સ્તરે આવી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK