‘ક્રિપ્ટોકરન્સી કાનૂની અને વિશ્વસનીય છે તથા એનાથી વ્યવહારો પારદર્શક બનશે’

નવા લિસ્ટેડ મની ટ્રેડ કૉઇનના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અમિત લખનપાલ જણાવે છે કે ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો જાહેર લેજર પર થતા હોવાથી નાણાંના વ્યવહારોને જરાપણ સંતાડી શકાતા નથી

MT

ક્રિપ્ટોકરન્સીના વિનિમય માટેના માધ્યમ નોવા એક્સચેન્જ પર ૧૭ સપ્ટેમ્બરે મની ટ્રેડ (MT) કૉઇનનું લિસ્ટિંગ થયું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બુર્જ અલ-આરબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ લિસ્ટિંગ સંપન્ન થયું હતું.

MT કૉઇનના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અમિત લખનપાલ તથા શેખ સકર-અલ-નાહ્યાનના હસ્તે આ લૉન્ચિંગ કર્યા બાદ તરત જ ટ્રેડિંગ શરૂ થયું હતું. કાર્યક્રમ પહેલાં લખનપાલે જણાવ્યું હતું કે ‘ક્રિપ્ટોકરન્સીનું નેટવર્ક વિશ્વસનીય અને મુક્ત છે. નાણાકીય વ્યવહારોનું પગેરું સંતાડી શકાય એવી કોઈ ગુપ્ત યંત્રણા એમાં સંકળાયેલી નથી.’

આ પ્રસંગે શેખ જુમા-અલ-મકતુમ, ગ્રીનલૅન્ડ કૅપિટલ પ્રૉપર્ટીઝના પ્રિન્સિપાલ ઍડ્વાઇઝર અને ડિરેક્ટર ફૈસલ અલમાઝમી, MVP ટેકના સ્થાપક ચાર્લ્સ સઈદ કિવાન અને બાર્કલેઝના હેડ ઑફ કમ્યુનિકેશન્સ (મિડલ ઈસ્ટ અને નૉર્થ આફ્રિકા) ખાલેદ અબદુલ્લા સહિતના ૪૦ બિઝનેસમેન હાજર હતા.

સંપૂર્ણપણે પારદર્શક

MT કૉઇન અનેક સ્તરે ચકાસણી થયેલી વિશ્વની સૌથી પહેલી સંપૂર્ણ સુરક્ષિત ક્રિપ્ટોકરન્સી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ક્રિપ્ટોકરન્સી ‘નો યૉર ક્લાયન્ટ’ (KYC) અને ‘ઍન્ટિ-મની લૉન્ડરિંગ’ (AML)ને લગતા નિયમોનું પાલન કરનારી છે. એના તમામ વ્યવહારોના રેકૉર્ડ ૧૦ વર્ષ કરતાં વધુ સમય સુધી સાચવવામાં આવે છે.

લખનપાલે જણાવ્યા મુજબ બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે- ક્રિપ્ટોકરન્સી વિશ્વસનીય અને કાનૂની છે. એના માટે સૌથી વધુ સુરક્ષિતતા રાખવામાં આવતી હોવાથી હૅકિંગ થવાનું કોઈ જોખમ નથી રહેતું. આ પ્રોડક્ટમાં ઉક્ત બન્ને બાબતો સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘MT કૉઇન વ્યવહારોમાં વધુ પારદર્શકતા લાવશે. બ્લૉકચેઇન (બિટકૉઇનનું નેટવર્ક જેના પર આધાર રાખે છે એ લેજર) જાહેર લેજર છે. એના પર કોઈ વ્યવહાર સંતાડી શકાતો નથી.’

અમારી એવી પહેલી ક્રિપ્ટોકરન્સી ટીમ છે જે સ્ટાફ ધરાવે છે અને જેની ઑફિસ પણ છે. આજ સુધી ક્રિપ્ટોકરન્સીનો માલિક કોણ એની કોઈને ખબર નહોતી. આખા ઉદ્યોગમાં અમે જ એવા છીએ જેમણે પોતાની ઓળખ છતી કરી છે. જો કોઈ વ્યવહાર શંકાસ્પદ હોય તો તરત જ એને સંબંધિત IMEI નંબરની જાણ થઈ જાય છે એમ લખનપાલે ઉમેર્યું હતું.

પહોંચનો વિસ્તાર


MT કૉઇન ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર બિટકૉઇન, ઇથેરિયમ, રિપલ, મોરેનો જેવી અલગ-અલગ ક્રિપ્ટોકરન્સીનો વિનિમય કરી શકાય છે. ટૂંક સમયમાં એનું ટ્રેડિંગ તમામ ૧૦૮૮ લિસ્ટેડ કૉઇન્સ સાથે થશે.

MT1

એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

અત્યાર સુધી MT કૉઇન પ્રાપ્ત કરવા માટે અસ્તિત્વમાન બિટકૉઇનની ટ્રાન્સફર કરવી પડે છે. ટૂંક સમયમાં એના માટે ઑનલાઇન ગેટવે (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અને paypal) તથા પરંપરાગત બૅન્કિંગ પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કરન્સીનો ઉપયોગ મનોરંજન માટે કે ટિકિટિંગ માટે થશે એટલું જ નહીં, ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (GCC) પ્રદેશ તથા એશિયન અને યુરોપિયન દેશોમાં સરકારી કરવેરા, યુટિલિટી બિલ અને દંડની ચુકવણી કરવા માટે પણ કરી શકાશે.

MT કૉઇનની ઇનિશ્યલ કૉઇન ઑફરિંગ (ICO) ચાર તબક્કામાં કરવામાં આવી હતી. એના દરેક તબક્કામાં ૧૪ મિલ્યન MT કૉઇન ઑફર કરવામાં આવ્યા હતા. એમાં લઘુતમ એક MT કૉઇનનું સબસ્ક્રિપ્શન કરવાનું હતું. નિષ્ણાતોનો અંદાજ છે કે MT કૉઈનનું મૂલ્ય આ વર્ષે તમામ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો મળીને પ્રતિ કૉઇન ૫૦૦ અમેરિકન ડૉલર થઈ જશે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ભારતીયો કેવી રીતે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકે એ સમજાવતાં MT કૉઇનના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અમિત લખનપાલે જણાવ્યું હતું કે ‘ભારતમાં ક્રિપ્ટોકરન્સીના પ્લૅટફૉર્મ તરીકે અમારી ફ્લિન્ટસ્ટોન ટેક્નૉલૉજીઝ નામની સિસ્ટર કન્સર્ન કંપની છે. ૧૯ ઑક્ટોબરે એ લાઇવ થયા બાદ બૅન્કિંગ સિસ્ટમ મારફત સીધેસીધા બિટકૉઇનના વ્યવહારો કરી શકાશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK