બૅન્ક-લોન ડિફૉલ્ટ કરનાર કંપનીએ એક દિવસમાં જ શૅરબજારને જણાવી દેવું જોઈએ

સેબીએ આ દરખાસ્તનો અમલ કરાવવા પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસનો સંપર્ક કર્યો

sebi

કંપની બૅન્કની લોન જેવી ડિફૉલ્ટ કરે કે એક જ દિવસમાં એણે સ્ટૉક એક્સચેન્જને આ વિશે માહિતી આપવાની રહે એવી જોગવાઈ કરવા માગતી ફાઇનૅન્શિયલ માર્કેટની નિયમન સંસ્થા સેબીએ હવે આ વિષયમાં એનો અમલ કરાવવા પ્રાઇમ મિનિસ્ટર ઑફિસના અને કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે. આ મામલો લાંબા સમયથી સેબીની બોર્ડ-મીટિંગમાં પણ લેવાયો હતો, પરંતુ એના પર નિર્ણય લઈ શકાયો નથી. આ વિષયમાં રિઝર્વ બૅન્કની પણ ભૂમિકા મહત્વની છે.

નાણાખાતું અને રિઝર્વ બૅન્ક


સેબી અમુક ફેરફાર સાથે આ જોગવાઈનો અમલ કરવા આતુર છે. સેબીનો આ વિચાર ઑક્ટોબર ૨૦૧૭થી અમલમાં મૂકવા માટે ચર્ચા ચાલી રહી છે. જોકે એના અમલમાં મુશ્કેલી પડી રહી હોવાનું કહેવાય છે. અલબત્ત, આ વિષયમાં રિઝર્વ બૅન્ક અને નાણાખાતું બહુ ઉત્સુક હોવાનું જણાતું નથી. તેમના મતે આ મુદ્દે વધુ ચર્ચાવિચારણાની જરૂર છે.

રોકાણકારોને લાભ

આ દરખાસ્તથી રોકાણકારો માટે પારદર્શકતા વધશે અને એનો તેમને લાભ થશે. કંપની વિશે સમયસર માહિતી મળી જાય તો રોકાણકારોને પોતાના નિર્ણય લેવામાં સહાયરૂપ થઈ શકે જેમાં રોકાણકારો કંપનીની ફાઇનૅન્શિયલ હેલ્થ સ્પક્ટ રીતે જાણી શકે. જો બૅન્કને લોન ચૂકવવામાં કંપની ડિફૉલ્ટ થઈ રહી હોય તો એ સારી નિશાની નથી. આ ડિસ્ક્લોઝર શૅરબજાર સમક્ષ થાય તો રોકાણકારો ઉપરાંત સરકારને પણ ઉપયોગી થાય, જે લેભાગુ કંપનીઓને એનો ગેરલાભ ઉઠાવતાં રોકી શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK