તાતા સન્સને પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રૂપાંતરિત કરવા શૅરધારકોએ આપી મંજૂરી

મિસ્ત્રી પરિવાર પોતાના હિસ્સાનું વેચાણ બહારના રોકાણકારોને કરતો અટકી જશે : પબ્લિક લિમિટેડ કંપનીના શૅરધારકો પોતાનો હિસ્સો કોઈનેપણ કાનૂની રીતે વેચી શકે છે, જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શૅરધારકો બહારના રોકાણકારોને શૅર વેચી શકતા નથી

ratan tata

દેશના સુવિખ્યાત તાતા ગ્રુપની પ્રમોટર કંપની તાતા સન્સને પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રૂપાંતર કરવા માટે શૅરધારકોની મંજૂરી મળી ગઈ છે. ૧૦૫ અબજ ડૉલરનું કારથી માંડીને સૉફ્ટવેરનું ઉત્પાદન કરતા આ ગ્રુપમાંથી હાંકી કઢાયેલા ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનો પરિવાર પોતાનો હિસ્સો બહારના લોકોને સહેલાઈથી વેચી શકે નહીં એવા પ્રકારની સ્થિતિ આ રૂપાંતરથી સર્જા‍ઈ શકે છે.

તાતા સન્સનાં સૂત્રોએ જણાવ્યા મુજબ કંપનીની વાર્ષિક સાધારણ સભામાં શૅરધારકો સમક્ષ મુકાયેલા બધા ઠરાવોને આવશ્યક બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. ઠરાવ મુજબ ક્લોઝ્લી હેલ્ડ કંપનીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રૂપાંતર કરવામાં આવશે.

મિસ્ત્રી પરિવાર તાતા સન્સમાં ૧૮.૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. એણે અગાઉ રૂપાંતરના આ પગલાને લઘુમતી હિતોના દમન તરીકે ઓળખાવ્યું હતું. એણે રૂપાંતરના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવશે એમ પણ કહ્યું હતું.

તાતા ટ્રસ્ટો તાતા સન્સમાં ૬૬ ટકા હિસ્સો ધરાવે છે. ઠરાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા ૭૫ ટકા શૅરધારકોની મંજૂરી જરૂરી હતી. એમાં કોણે કેવી રીતે મતદાન કર્યું એની વિગતો આ લખાય છે ત્યાં સુધી બહાર આવી નથી.

મિસ્ત્રીને ચૅરમૅનપદેથી દૂર કરાયા એને એક વર્ષ વીતી ગયું છે. એને પગલે ગયા જાન્યુઆરીમાં ચૅરૅન તરીકે એન. ચંદ્રશેખરનની નિમણૂક કરવામાં આવી હતી.

પબ્લિક લિમિટેડ કંપનીના શૅરધારકો પોતાનો હિસ્સો કોઈને પણ કાનૂની રીતે વેચી શકે છે, જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શૅરધારકો બહારના રોકાણકારોને શૅર વેચી શકતા નથી.

તાતા સન્સે શૅરધારકોને વિશેષ ઠરાવો પસાર કરવાની નોટિસ દ્વારા ઉક્ત ફેરફાર માટે આર્ટિકલ્સ ઑફ અસોસિએશન બદલવા મંજૂરી માગી હતી. તાતા સન્સ લિમિટેડમાંથી તાતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નામાંતર કરવા માટે મેમોરેન્ડમ ઑફ અસોસિએશનમાં પણ સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ગયા સપ્તાહે તાતા સન્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને લખેલા પત્રમાં કહ્યું હતું કે ‘કંપનીનું આ પગલું લઘુમતી શૅરધારકોનું દમન છે. રૂપાંતર માટેની વાર્ષિક સાધારણ સભાનો ઉદ્દેશ બદઇરાદાપૂર્ણ છે તથા સૂચિત ઠરાવો તાતા સન્સના હિતમાં નથી.’

લાંબા ગાળા માટે સ્ટાર્ટઅપ ચલાવવા માગતા સ્થાપકોને હું સહાય કરવા તૈયાર છું : રતન તાતા


જે સ્ટાર્ટઅપના સ્થાપક ફક્ત કંપની મોટી કરીને વેચી શકાય એ દૃષ્ટિએ નહીં પણ લાંબા ગાળા માટે ચલાવવા ઇચ્છુક હોય એવા સ્થાપકોને હું સહાય કરવા તૈયાર છું એમ તાતા ગ્રુપના ચૅરમૅન ઇમેરિટસ રતન તાતાએ કહ્યું છે.

તેમણે કહ્યા મુજબ તેઓ તાતા સન્સમાં ચૅરમૅન હતા એ વખતે સ્ટાર્ટઅપમાં રોકાણ કરી શકતા નહોતા, કારણ કે એનાથી તાતા જે કરી રહ્યા હતા એ પ્રવૃત્તિ સાથે ટકરાવ થયો કહેવાત; હવે હું મુક્ત વ્યક્તિ છું. ઉદ્યોગજગતમાં અગ્રણી બની શકે એવા પુષ્કળ યુવાનો સાથે તેમની મુલાકાત થાય છે.

નોંધનીય છે કે રતન તાતાએ સ્નૅપડીલ, અર્બન લૅડર, કાર દેખો, શાઓમી, ઓલા, કૅશ કરો, ફસ્ર્ટ ક્રાય અને ટીબૉક્સ જેવી અનેક સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK