રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ કરચોરી અને કૅશ વ્યવહારો વિશે સરકાર વાકેફ : અરુણ જેટલી

આ સેક્ટરને GSTના માળખામાં લાવવા માટે નવેમ્બરની મીટિંગમાં થશે ચર્ચા

arun

રિયલ એસ્ટેટ સેક્ટરને GSTના કરમાળખા હેઠળ લાવવા બાબતે GST કાઉન્સિલ આગામી મહિને ચર્ચા કરશે. ૯ નવેમ્બરે મળનારી કાઉન્સિલની બેઠકમાં આ વિશે ચર્ચા થશે. નાણાપ્રધાન અરુણ જેટલીના કહેવા અનુસાર આ સેક્ટરમાં કરચોરી મોટા પાયે થતી હોય છે અને રોકડાનાં કામકાજ પણ વધુ થતાં હોય છે. હાર્વડ યુનિવર્સિટીમાં ઍન્યુઅલ મહિન્દ્ર લેક્ચરમાં ટૅક્સ-રિફૉર્મ્સ વિશે બોલતાં અરુણ જેટલીએ આમ કહ્યું હતું. કાઉન્સિલની બેઠક ગુવાહાટીમાં મળવાની છે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘આ એક એવું સેક્ટર છે જેમાં કરચોરીનું પ્રમાણ ઊંચું છે તેમ જ કૅશ વ્યવહારો પણ વધુ થાય છે, જ્યારે આ સેક્ટર GSTના દાયરામાંથી હજી બહાર છે. ઘણાં રાજ્યો આ સેક્ટરને GST હેઠળ લાવવાનું દબાણ કરી રહ્યાં છે અને હું પોતે પણ માનું છું કે આ સેક્ટર GSTના કરમાળખામાં હોવું જોઈએ.’ 

કન્સ્ટ્રક્શન પર ૧૨ ટકા GST

અમુક રાજ્યો રિયલ એસ્ટેટને GST હેઠળ લાવવાનો વિરોધ પણ કરી રહ્યાં છે. જોકે કાઉન્સિલ આ વિશે ચર્ચા કરશે. આમાં GST લાગુ કરવાથી ગ્રાહકોને લાભ થશે. તેમણે જુદા-જુદા ટૅક્સને બદલે એક જ ટૅક્સ ભરવાનો આવશે જે પણ નજીવો હશે.

અત્યારે કન્સ્ટ્રક્શન ઑફ બિલ્ડિંગ, કૉમ્પ્લેક્સ, સિવિલ સ્ટ્રક્ચર અને આંશિકરૂપે કે પૂર્ણરૂપે વેચાણ માટે મુકાયેલી પ્રૉપર્ટી પર ૧૨ ટકા GST છે, પરંતુï જમીન અને ઇમ્મૂવેબલ પ્રૉપર્ટીઝ GSTમાંથી મુક્ત છે.

ઉદ્યોગનું કદ

ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ ૨૦૨૦ સુધીમાં ૧૮૦ અબજ ડૉલરના કદનો થઈ જશે. આ સેક્ટર દેશના GDPમાં પાંચથી છ ટકા ફાળો નોંધાવે છે.

ડીમૉનેટાઇઝેશનનો લાભ થશે


ડીમૉનેટાઇઝેશનનો બચાવ કરતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘આ પગલું દેશના અને સિસ્ટમના લાંબા ગાળાના હિતમાં છે. એને લીધે ડિજિટલ ઇકૉનૉમીને વેગ મળશે. એના ખરા લાભ હવે પછી સમજાશે. ટૂંકા ગાળાની તકલીફો સાથે પણ એનું મહત્વ લોકોએ સમજવું જોઈએ. ભારતના ટ્રાન્સફૉર્મેશન માટે આ જરૂરી કદમ છે.’

સરકાર બૅન્કિંગ ક્ષેત્રનું સામર્થ્ય વધારવા પ્રયત્નશીલ છે : અરુણ જેટલી

સરકાર NDAના પ્રશ્ને વિમાસણમાં છે. બૅન્કિંગ ક્ષેત્રની પ્રગતિ માટે એનું સામર્થ્ય ફરીથી વધારવાનું આયોજન કરવાના પ્રયાસ સરકાર કરી રહી છે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે જણાવ્યું હતું.

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ અને વર્લ્ડ બૅન્કની વાર્ષિક સભાઓમાં હાજરી આપવા અમેરિકા ગયેલા અરુણ જેટલીએ કહ્યું હતું કે બૅન્કિંગ સિસ્ટમમાં સુધારા લાવવાને સરકારે ટોચની પ્રાથમિકતા આપી છે.

અરુણ જેટલી બૉસ્ટનમાં હાર્વડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘NPA ધરાવતી બૅન્કિંગ-સિસ્ટમ મને વારસામાં મળી છે. આવી સ્થિતિમાં પ્રાઇવેટ ક્ષેત્ર અત્યારે મુશ્કેલીમાં સપડાયું છે. વિશાળ કંપનીઓએ તો બૉન્ડ-માર્કેટ અને વિદેશી ભંડોળની મદદથી નાણાં મેળવી લીધાં છે. તેઓ ભારતીય બૅન્કો પાસે નહોતી ગઈ, કારણ કે એને બીજેથી સસ્તા દરે કરજ મળી ગયું છે. ખરેખર તો નાના અને મધ્યમ કદના એકમોને બૅન્કિંગ સિસ્ટમની મદદ જોઈતી હોય છે. બીજી બાજુ આ જ એકમો મોટા પાયે રોજગાર સર્જતા હોય છે. આમ પ્રાઇવેટ ક્ષેત્રે મોટી સમસ્યા સર્જા‍ઈ છે.’

GSTની ઇન્સેન્ટિવ સ્કીમ સામે જમ્મુના વેપારીઓની ધમકી


કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અંતર્ગત જાહેર કરાયેલી નવી ઇન્સેન્ટિવ યોજનાથી નાખુશ જમ્મુના વેપારીઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે. વેપારી પ્રતિનિધિઓએ કહ્યું હતું કે જો આ મુદ્દા પર પુર્નવિચાર કરી એને બદલવામાં નહીં આવે તો જમ્મુ-કાશ્મીરમાં આશરે ૧૦,૦૦૦ જેટલા યુનિટ બંધ થવાની અને લાખો લોકો બેરોજગાર થવાની સંભાવના છે.

આ જાહેરાત સાથે રાજ્યના વેપારી પ્રતિનિધિઓના મહામંડળ ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીને આ બાબતે દરમ્યાનગીરી કરવાની અપીલ કરી હતી અને તેમને અપાયેલા વાયદા પૂરા ન થાય તો રસ્તા પર ઊતરી આવવાની પણ ધમકી આપી હતી.

પાંચ ઑક્ટોબરે નોટિફિકેશન દ્વારા સરકારે જાહેર કરેલી પૉલિસી, GST અંતર્ગતનાં ઇન્સેન્ટિવ્ઝ માટે બજેટમાં ફાળવણી એ ફક્ત જમ્મુ-કશ્મીરના ઉદ્યોગપતિઓની મજાક બરાબર છે એવું તેમણે કહ્યું હતું.

અગાઉ નાણાપ્રધાન અરુણ જેટલીએ જમ્મુ-કાશ્મીર, ઈશાનનાં રાજ્યો અને હિમાલયનાં રાજ્યો માટે માર્ચ ૨૦૨૭ સુધી કરમુક્તિ GST અંતર્ગત રીફન્ડ તરીકે યથાવત રહેશે એવી જાહેરાત કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK