બૅન્કિંગ સેક્ટર ખોટના ખાડામાં ઊતરતું જાય છે!

જાહેર ક્ષેત્રની બૅન્કોની સંયુક્ત લૉસ સામે પ્રાઇવેટ બૅન્કોના નફાનું ધોવાણ

SBI

ડિસેમ્બર ૨૦૧૭ના અંતે દેશના બૅન્કિંગ સેક્ટરે સંયુક્ત રીતે ૪૨૦૦ કરોડ રૂપિયાની લૉસ નોંધાવી છે જેમાં સૌથી વધુ લૉસ જાહેર ક્ષેત્રની બૅન્કોએ કરી છે, જેના પરિણામે  ખાનગી ક્ષેત્રનો તમામ નફો ધોવાઈ જાય એવો સાર જોવા મળે છે એટલે કે ખાનગી ક્ષેત્રની બૅન્કોએ જેટલો નફો કર્યો છે એની સામે જાહેર ક્ષેત્રની બૅન્કોએ કરેલી લૉસ ઘણી મોટી છે. જાણીતી રિસર્ચ સંસ્થા અને રેટિંગ-કંપની કૅર રેટિંગ એજન્સીના અભ્યાસ મુજબ ૨૦૧૭ના ડિસેમ્બરના અંતે ૩૦ બૅન્કોએ ૧૫૪ કરોડની ખોટ નોંધાવી છે જે ૨૦૧૬ના અંતે સમાન સમયગાળામાં ૧૦,૨૩૭ કરોડ રૂપિયાનો નફો હતો. આમાં રિઝર્વ બૅન્કની જોગવાઈઓનો ફાળો પણ મોટો છે જેણે બૅન્કોની બૅલૅન્સશીટ ક્લીન કરવા માટે ફ્ભ્ખ્ની જોગવાઈ સખત બનાવી પારદર્શકતા વધારી દીધી છે. જોકે આ ઉપરાંત બૅન્કોની આ દશા થવાનાં વિવિધ કારણો છે. આર્થિક મંદીના સંજોગો પણ એમાં કારણભૂત કહી શકાય.

તાજેતરના અહેવાલ મુજબ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની જંગી લૉસ બાદ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૨૩૪૧ કરોડ રૂપિયા અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૬૩૭ કરોડ રૂપિયાની ખોટ કરી છે. કૉર્પોરેશન બૅન્કે પણ ૧૨૪૦ કરોડ રૂપિયાની ખોટ કરી છે જેણે  અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૫૪ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

જાહેર ક્ષેત્રની બૅન્કોએ ડિસેમ્બરના ક્વૉર્ટરમાં કલેક્ટિવલી ૧૫,૨૦૦ કરોડ રૂપિયાની લૉસ નોંધાવી છે. બૅન્કોએ NPA સામે ૫૧,૦૦૦ કરોડની ઊંચી જોગવાઈ કરી હતી. જોકે આ સામે ખાનગી ક્ષેત્રની બૅન્કોએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો નેટ નફો નોંધાવ્યો હતો. કૅર દ્વારા જાહેર ક્ષેત્રની ૧૩ બૅન્કો અને ખાનગી ક્ષેત્રની ૧૭ બૅન્કોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બૅન્કો હજી પણ સતત દબાણ હેઠળ છે, જ્યારે ધિરાણ-ગ્રોથ વધી રહ્યો છે. હજી ઘણી બૅન્કોનાં પરિણામ આવવાનાં બાકી હોવાથી એમાં પણ લૉસ જાહેર થવાની શક્યતા છે.  બૅન્કોની અન્ય આવક ઘટવાને કારણે પણ આમ થયું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK