અરવિંદ લિમિટેડમાં ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

અરવિંદ લિમિટેડ એ મુખ્યત્વે કૉટન ટેક્સટાઇલ્સ ફૅબ્રિક્સના ઉત્પાદન માટે માર્કેટિંગ સાથે સંકળાયેલી કંપની છે. અરવિંદ ભારતનાં ૧૬ શહેરોમાં ૫૪ મેગામાર્ટ સ્ટોર્સ ધરાવે છે. ડેનિમનું ઉત્પાદન કરતી વિશ્વની આ ત્રીજી સૌથી મોટી કંપની યુરોપ, યુએસ વગેરે સહિત ૭૦થી પણ વધુ દેશોની જરૂરિયાતને સંતોષે છે.


૩૦ જૂન ૨૦૧૧ના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૧૯.૦૩ કરોડ રૂપિયાથી ૨૪૮ ટકા વધીને ૬૬.૩૩ કરોડ રૂપિયા થયો છે, જ્યારે કુલ આવક ૫૮૭.૦૯ કરોડ રૂપિયાથી ૪૨.૬૦ ટકા વધીને ૮૩૭.૨૦ કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ ગત ક્વૉર્ટરમાં અમદાવાદ નજીક ટાઉનશિપ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે તાતા હાઉસિંગ સાથે ભાગીદારી કરાર કર્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૨માં અરવિંદ નવી બ્રૅન્ડ લૉન્ચ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી ડેનિમઉત્પાદક કંપની અરવિંદ પોતાની ઉત્પાદનક્ષમતા વધારવા તેમ જ દેશ-વિદેશમાં હાજરી વિસ્તારવા માટે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકામાં સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે. આ યોજના માટે કંપની ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ ઉપરાંત કંપની આગામી ૬ મહિનામાં વર્તમાન ડેનિમની ક્ષમતા ૧૦.૮ કરોડ મીટર્સથી વધારીને ૧૧.૭૬ કરોડ મીટર્સ કરે એવી શક્યતા છે. સતત ક્ષમતાના વધારાને કારણે કંપનીના વૉલ્યુમમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે એવું અનુમાન છે. કંપની ગુજરાતસ્થિત આશરે ૫૨૦ એકરની વધારાની જમીન ધરાવે છે, જેમાંથી એને આગામી ૪ વર્ષમાં આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થાય એવી ગણતરી છે. કંપની મૂડીખર્ચ તરીકે આ રકમનો ઉપયોગ કરશે.


સ્થાનિક બજારમાં ડેનિમ-પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ક્ષમતાવિસ્તરણ યોજનાની પૉઝિટિવ અસર કંપનીની નાણાકીય કામગીરી પર જોવા મળશે. કંપનીના મતે વર્તમાન વર્ષ દરમ્યાન આવકમાં ૧૫-૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળશે. ટૂંકા ગાળા માટે ૧૨૫ રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK