બૅન્કના બોર્ડે ૨૬ જુલાઈની મીટિંગમાં આ નિર્ણય લઈને શૅરબજારને કરાતા ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.
ઍક્સિસ બૅન્કમાંથી શિખા શર્મા રાજીનામું આપીને છૂટાં થઈ જશે એવી વાતો કે અફવા છેલ્લા કેટલાક દિવસથી વહેતી થઈ હતી, જ્યારે બૅન્કનાં મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શિખા શર્માની ત્રીજી વાર પુન: નિમણૂક થઈ છે અને એ પણ ત્રણ વર્ષ માટે. હવે શિખા શર્મા જૂન ૨૦૨૧ સુધી ઍક્સિસ બૅન્કના આ હોદ્દા પર રહેશે. આ બૅન્ક પ્રાઇવેટ ક્ષેત્રની ત્રીજા ક્રમની બૅન્ક છે.
બૅન્કના બોર્ડે ૨૬ જુલાઈની મીટિંગમાં આ નિર્ણય લઈને શૅરબજારને કરાતા ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. આ પુન: નિમણૂક ૧ જૂન ૨૦૧૮થી લાગુ પડે છે. નવાઈની વાત એ છે કે બૅન્કના બોર્ડે ૧૧ મહિના ઍડ્વાન્સમાં આ નિર્ણય લઈને તેમની ટર્મ વધુ ત્રણ વર્ષ લંબાવી દીધી છે. શિખા શર્મા વિશે ગુરુવાર સવાર સુધી ચર્ચા ચાલી રહી હતી કે તેમનું હવે પછીનું પગલું શું હશે? પરંતુ બોર્ડે આ બધી વાતો પર પાણી ફેરવી દીધું હતું. શિખા શર્માને તાતા ગ્રુપની કંપની તરફથી પણ ઑફર હોવાનું ચર્ચાતું હતું.
