શૅરબજારોને કંપનીઓનાં ફૉરેન્સિક ઑડિટ કરવાની સત્તા આપી સેબીએ

સેબીએ શૅરબજારોને શંકાસ્પદ જણાતી, ફન્ડનો દુરુપયોગ કરતી અને નાણાકીય ગેરરીતિમાં વ્યસ્ત જણાતી કંપનીઓનું ફૉરેન્સિક ઑડિટ કરાવવાનો અધિકાર આપ્યો છે.

sebi

સેબીએ આ મંજૂરી અથવા ઑથોરિટી આપતો પત્ર શૅરબજારોને મોકલી આપ્યો છે, હવે શૅરબજારો પોતાને જેમ જરૂર જણાશે એ મુજબ લિસ્ટેડ કંપનીઓનું ફૉરેન્સિક ઑડિટ કરાવી શકશે. અત્યાર સુધી શૅરબજારોને પોતાની મેળે ફૉરેન્સિક ઑડિટની સત્તા નહોતી.

હવે શૅરબજારો સાપ્તાહિક ધોરણે શંકાસ્પદ કંપનીઓની સમીક્ષા કરશે અને જરૂરી  કિસ્સામાં ઑડિટનો આદેશ આપશે. ફૉરેન્સિક ઑડિટમાં તપાસ વધુ બારીક અને સ્પેસિફિક બની જાય છે, ખાસ કરીને ક્યાં ફ્રૉડ થયો છે એ સમયગાળાના વ્યવહારોની ઝીણી તપાસ થાય છે.

હવે શૅરબજારો કંપનીઓને વિવિધ પૅરામીટરને આધારે ઇવૅલ્યુએટ કરશે. એમના સર્વેલન્સ ડેટા ડે-ટુ-ડે ધોરણે મૉનિટર કરવામાં આïવશે. કંપનીઓના ડિસ્ક્લોઝરના આધારે એની શેલ કંપની હોવાની શક્યતા ચકાસશે. શંકાસ્પદ કંપનીઓના બેંક સ્ટેટમેન્ટ અને વાર્ષિક રિટર્નની તપાસ થશે.કંપનીઓના સંવેદનશીલ ડેટા ફૉરેન્સિક એક્સપર્ટને પૂરા પાડવામાં આવશે તેમ જ સેબીને રિપોર્ટ ફાઇલ કરવાનો સમય પણ નક્કી કરશે.

વધુ ત્રણ શેલ કંપનીઓના ઑડિટનો આદેશ

શેલ કંપનીઓના કિસ્સામાં સેબીએ વધુ ત્રણ કંપનીઓના ઑડિટનો આદેશ આપ્યો છે; જેમાં ઇન્ડિયા ઇન્ફોટેક સૉફ્ટવેર, ન્યુએવર ટ્રેડવિન્ગ્સ અને શિવોમ ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ સાથે સેબીએ જાહેર કરેલી ૩૩૧ શંકાસ્પદ શેલ કંપનીઓની યાદીમાંથી ઑડિટ માટે આદેશ આપવામાં આવ્યો હોય એવી કંપનીઓની સંખ્યા ૧૧ થઈ છે. જે કંપનીઓમાં સેબીને નાણાકીય ગેરરીતિ કે ગોટાળાની શંકા જાય છે અથવા ફાઇનૅન્શિયલ મિસપ્રેઝન્ટેશન જણાય છે ત્યાં સેબી એક્સચેન્જને આવી કંપનીઓનું ઑડિટ કરાવવાની સૂચના આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK