૩૩૧ કંપનીઓ અને ૩૦ લાખથી વધુ ઇન્વેસ્ટરોને આંચકો અને આઘાત

સેબીના આદેશ સામે ઘણી કંપનીઓએ કરી અપીલ, પોતે શેલ કંપનીઓ નથી એવા દાવા સાથે રજૂ કર્યા દસ્તાવેજી પુરાવા : સેબી ઑડિટ કરાવશે

SEBI

કથિત અથવા શંકાસ્પદ ૩૩૧ શેલ (બનાવટી કે બેનામી) કંપનીઓ વિરુદ્ધ ઍક્શન લેવાના સેબીના આદેશને પગલે બજારમાં નિરાશા અને નકારાત્મકતા છવાઈ ગઈ અને મંગળવારે તેમ જ બુધવારે બજાર ઘટી પણ ગયું એ વાત સાચી, પણ સેબીએ જેમના પર શંકા કરી છે એ બધી જ કંપનીઓ શેલ કંપની છે એવું નથી. આમાંથી ઘણી કંપનીઓએ સેબીના આક્ષેપને રદિયો આપ્યો છે. સંખ્યાબંધ કંપનીઓ સેબીના આદેશથી ખફા છે. આ કંપનીઓએ સેબીના આદેશ સામે સૅટ સમક્ષ સ્ટેની માગણી કરી છે અને એમના શૅરો પરથી ટ્રેડિંગ પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી છે.

આમાંની ઘણી કંપનીઓએ પોતાના વાર્ષિક અહેવાલ અને અન્ય નાણાકીય વિગતો અને દસ્તાવેજો પણ જમા કરાવ્યાં છે. આ સાથે એમનું કહેવું છે કે અમે શેલ કંપનીઓ નથી. જોકે સેબીએ પોતાનો કક્કો પકડી રાખી આવી કંપનીઓનાં સ્વતંત્ર ઑડિટ કરાવવાં પડશે એવો અને જરૂર પડે તો ફૉરેન્સિક ઑડિટ કરાવવાનો પણ સંકેત આપ્યો છે. આ કંપનીઓના ક્રેડેન્શિયલ અને ફન્ડામેન્ટલ્સ ચકાસવા સેબીને આવશ્યક લાગે છે.  હવે આ મામલે સૅટ શું આદેશ આપે છે એ જોવાનું રહેશે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સનું પણ રોકાણ

ગંભીર વાત એ છે કે આ કંપનીઓમાં ફૉરેન ઇન્વેસ્ટરો, અગ્રણી મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને  ઝુનઝુનવાલા જેવા મહારથી ઇન્વેસ્ટરોએ પણ રોકાણ કર્યું છે. શું આ લોકોએ પણ કંપનીના ફન્ડામેન્ટલ્સ ધ્યાનમાં લીધા વિના રોકાણ કર્યું હશે? આ કંપનીઓના શૅરોના ભાવ ૨૦૧૭માં ૧૮૮ ટકા જેટલા વધ્યા છે, જેમાં હવે ટ્રેડિંગ અટકાવી દેવામાં આવતાં લાખો રોકાણકારો મુસીબતમાં મુકાઈ ગયા છે. ટ્રેડિંગ બંધ હોવાથી આ શૅરોની લિક્વિડિટી સ્થગિત થઈ ગઈ છે.

બજારને કેવો આંચકો લાગ્યો

સેબીની આ ઍક્શનથી બજારને પણ આંચકો લાગ્યો છે એટલું જ નહીં, આશરે ૩૦ લાખથી વધુ રોકાણકારો આમાં રોકાણ ધરાવતા હોવાથી ચિંતામાં મુકાઈ ગયા છે. વાત અહીં પણ પૂરી નથી થતી, આ ઘટનાની અસર સમગ્ર બજાર પર નેગેટિવ અસર ઊભી કરી રહી છે. મંગળવારે આની અસરરૂપે ઓવરઑલ માર્કેટની ૧.૪૩ લાખ કરોડની મૂડી ધોવાઈ ગઈ હતી, જેનું ધોવાણ બુધવારે પણ ચાલુ રહ્યું હતું. આમાંથી ૧૫૦ કંપનીઓના શૅરોમાં ઍક્ટિવ ટ્રેડિંગ થાય છે, જેમાં ૧૪,૦૦૦ કરોડનું મૂડીધોવાણ થયું હતું. આમાંની મોટા ભાગની કંપનીઓમાં પબ્લિક શૅરહોલ્ડિંગ પણ ઊંચું છે. આ આફતને પરિણામે સેન્સેક્સ ૩૨ હજારની નીચે અને નિફ્ટી ૧૦ હજારની નીચે ઊતરી ગયો છે.

આક્ષેપો અને તપાસ

આવી શેલ કંપનીઓ કાળાં નાણાં ધોળાં કરવા માટે કે મની-લૉન્ડરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની ચર્ચા અને આક્ષેપો છે. આ તપાસમાં ઇન્કમ-ટૅક્સ વિભાગ, એન્ફોર્સસમેન્ટ વિભાગ અને સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન વિભાગ પણ સામેલ હતા, જ્યારે હવે સેબી વધારાનું ઑડિટ કરાવે એવી શક્યતા પણ ઊભી થઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy