કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણોમાં ધરમૂળથી ફેરફારની સેબીની સમિતિ તરફથી થઈ ભલામણ

કંપનીના બોર્ડમાં મિનિમમ એક મહિલા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર જરૂરી : ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા જુદા થશે

sebi

બજાર-નિયામક સેબીની સમિતિએ લિસ્ટેડ કંપનીઓ માટેનાં કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણોમાં ધરમૂળથી ફેરફાર કરવાનાં સૂચનો કર્યાં છે, જેમાં ચૅરમૅનશિપ નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધી સીમિત રાખવાની અને ઓછામાં ઓછી એક મહિલાની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની ભલામણનો સમાવેશ થાય છે. સેબીની આ દરખાસ્તને પગલે ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા અલગ થઈ જશે. સમિતિએ બોર્ડના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા વધારીને છની અને એક વર્ષમાં બોર્ડ-મીટિંગની લઘુતમ સંખ્યા પાંચની કરી છે.

અત્યારે બોર્ડમાં એક મહિલા ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત છે, પછી તે ઇન્ડિપેન્ડન્ટ કે એક્ઝિક્યુટિવ હોય કે ન હોય. હવે મહિલાને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નીમવાની ભલામણ કરવામાં આવી છે. અગ્રણી બૅન્કર ઉદય કોટકના વડપણ હેઠળની સમિતિએ આ ઉપરાંત ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો માટે વર્ષે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાના વેતનનું અને પ્રત્યેક બોર્ડ-મીટિંગ માટે ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ની સિટિંગ-ફીનું સૂચન કર્યું છે.

જો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોટર ગ્રુપના કુટુંબનો હોય તો તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા કે કંપનીના ચોખ્ખા નફાના ૨.૫ ટકાથી અધિક વેતન ચૂકવવા માટે પબ્લિક શૅરહોલ્ડરોની મંજૂરી લેવાનું ફરજિયાત બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આવા ડિરેક્ટરો એકથી અધિક હોય એવા કિસ્સામાં પણ કુલ વાર્ષિક વેતન ચોખ્ખા નફાના પાંચ ટકાથી અધિક ન હોય એ શરત લાગુ પડશે. એક જ એક્ઝિક્યુટિવને જે વાર્ષિક વેતન ચૂકવાય એ બધા નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોના કુલ વાર્ષિક વેતનના પચાસ ટકાથી અધિક હોય એવા કિસ્સામાં પ્રત્યેક વર્ષે શૅરધારકોની મંજૂરી લેવાની રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK