રીટેલ ઇન્વેસ્ટરોના શૅરો બ્રોકરો હડપ ન કરી જાય એવી વ્યવસ્થા ઊભી કરાશે

નાના રોકાણકારોના શૅરો સાચવવાનું કામ કસ્ટોડિયનને સોંપાવાની શક્યતા

ebi

નાના-રીટેલ રોકાણકારોની લેભાગુ બ્રોકરોથી રક્ષા કરવા નિયમનકારી સંસ્થા સેબીએ નાના રોકાણકારોના શૅરો કસ્ટોડિયન પાસે જમા થાય એવી વ્યવસ્થા વિચારી છે.

ઘણા લેભાગુ દલાલો નાના ગ્રાહકોના શૅરો પોતાના હિતમાં વાપરી નાખે છે યા એની સાથે રમત કરે છે એવી ફરિયાદો સતત થતી રહેતી હોવાથી હવે સેબીએ આ શૅરો બ્રોકર પાસે રહે એને બદલે કસ્ટોડિયન પાસે રહે એવું આયોજન વિચાર્યું છે.

કહેવાય છે કે કેટલાક લેભાગુ બ્રોકરો ગ્રાહકોના શૅરોનો પાવર ઑફ ઍટર્ની ધરાવતા હોવાથી ગ્રાહકોની સંમતિ વિના તેમના શૅરોનો દુરુપયોગ કરતા હોય છે. બ્રોકરો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પણ હોય છે એથી તેમની પાસે ગ્રાહકોનું શૅર ડીમેટ-અકાઉન્ટ પણ હોય છે.

ટ્રેડિંગ સેટલમેન્ટના નિયમો

સેબી આ બાબતને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સેટલમેન્ટના નિયમો વધુ કડક કરવાનો પ્લાન વિચારે છે. આ પ્લાનની તાજેતરમાં જ સેબીની સેકન્ડરી માર્કેટ ઍડ્વાઇઝરી કમિટીની મીટિંગમાં ચર્ચા થઈ હતી. જોકે હજી આ પ્લાન પેપર પર જ છે. સેબી ખાતરી મેળવવા માગે છે કે બ્રોકર તેના ગ્રાહકોના શૅરોનો દુરુપયોગ કરે નહીં અને તેની સંમતિ વિના તેના શૅર વેચી શકે નહીં, સિવાય કે ગ્રાહક પોતે ડિફૉલ્ટર થયો હોય.

૧૨ મહિનામાં ૧૨ બ્રોકરોનાં કામકાજ બંધ


અહીં એ નોંધવું મહત્વનું છે કે છેલ્લા ૧૨ મહિનામાં આશરે ૧૨ બ્રોકરોએ પોતાનાં કામકાજને તાળાં મારી દીધાં છે અને ગ્રાહકોનાં નાણાં ચૂકવ્યાં નથી. આ ન ચૂકવાયેલી રકમ અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે બ્રોકરો ઊઠી ગયા હોય અને તેમણે ગ્રાહકોના શૅરો ચાંઉ કરી લીધા હોય. સેબી આ બાબતે ડિપોઝિટરીને પણ જવાબદાર બનાવવા માગે છે.

આમ તો ગયા વર્ષે જ સેબીએ એક નિયમ ફરજિયાત લાગુ કર્યો હતો જેમાં બ્રોકરે દર મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ગ્રાહકોનાં કેટલાં નાણાં તેમની પાસે છે એનો આંકડો સુપરત કરવાનો હોય છે.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy