ફેસબુક અને ઇનસાઇડર ટ્રેડિંગ વચ્ચે કોઈ સંબંધ છે?

સેબીએ સંબંધ શોધી કાઢ્યા બાદ કરી ઇનસાઇડર ટ્રેડિંગના નિયમના ઉલ્લંઘન બદલની કાર્યવાહી

FB

ફેસબુક અને ઇનસાઇડર ટ્રેડિંગ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે ખરો? જ્યાં સુધી સેબીએ શોધી કાઢ્યું નહોતું ત્યાં સુધી કોઈને આ પ્રશ્ન થયો જ નહોતો, પરંતુ હવે એ સંબંધ સાબિત થઈ ચૂક્યો છે.

સેબીએ હાલમાં ઇનસાઇડર ટ્રેડિંગને લગતા કેસમાં ફેસબુક પરની લાઇક્સમાં ઊંડા ઊતરીને આ સંબંધ શોધી કાઢ્યો છે.

એણે ઇનસાઇડર ટ્રેડિંગને લગતા નિયમોનું ઉલ્લંઘન થયાના એક કેસમાં સંડોવાયેલી હોવાનું મનાતી વ્યક્તિઓની ફેસબુક-પ્રોફાઇલ તપાસી હતી. દીપ ઇન્ડસ્ટ્રીઝ સંબંધિત આ કેસમાં ફેસબુક-પ્રોફાઇલ તપાસ્યા બાદ એના ધ્યાનમાં આવ્યું હતું કે ઇનસાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલી વ્યક્તિઓ ફેસબુક-ફ્રેન્ડ્સ હતી અને તેમણે ફેસબુક પર એકબીજાની તસવીરો લાઇક કરી હતી.

આ વ્યક્તિઓની પ્રોફાઇલને ફ્રેન્ડ્સ તરીકે ઉમેરાયેલા લોકો જ લાઇક કરી શકે એવું સેટિંગ રાખવામાં આવ્યું હતું.

સેબીએ એના ૬ એપ્રિલના આદેશમાં કહ્યું હતું કે ઇનસાઇડર ટ્રેડિંગ થયું હોવાનું પુરવાર થતાં આ કેસમાં સંબંધિત એન્ટિટીઝ પાસેથી ગેરકાયદે મેળવાયેલા ૨.૪ કરોડ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે.

રૂપેશ કાંતિલાલ સાવલા, સુજય અજિતકુમાર હમલાઈ અને વી ટેકવેબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મળીને ત્રણ એન્ટિટીઝે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શૅરમાં ઇનસાઇડર ટ્રેડિંગ કર્યું હતું. કંપનીને ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન પાસેથી ત્રણ કૉન્ટ્રૅક્ટ મળવાને લગતી વિગતો પ્રાપ્ત થઈ હતી અને એના આધારે તેમણે ઇનસાઇડર ટ્રેડિંગ કરીને લાભ મેળવ્યો હતો.

સેબીએ જણાવ્યા મુજબ દીપ ઇન્ડસ્ટ્રીઝના મૅનેજિંગ ડિરેક્ટર રૂપેશ સાવલા અને તેમનાં પત્ની શીતલ સાવલા વી ટેકવેબના ડિરેક્ટરો અજય અને સુજય હમલાઈ સાથે ફેસબુક-ફ્રેન્ડ્સ હતાં. સાવલાદંપતી ફેસબુક પર અજય હમલાઈનાં પત્ની રાધિકા સાથે ફ્રેન્ડ બન્યું હતું.

સોશ્યલ મીડિયા પરની લાઇક્સ સહિતનો કોઈ પણ પ્રકારનો સંદેશવ્યવહાર થતો હોય તો સંબંધિત વ્યક્તિને ઇનસાઇડર કહી શકાય એવું સેબીએ કહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK