મૂડી ઉભી કરવા સેબી કંપનીઓને કરી આપશે રસ્તો

બૉન્ડની મદદથી ગમે ત્યારે રોકાણકારો પાસેથી નાણાં પ્રાપ્ત કરવા કંપનીઓને સરળ રસ્તો કરી આપશે સેબી

sebi'

કંપનીઓને બૉન્ડ દ્વારા ગમે ત્યારે રોકાણકારો પાસેથી નાણાં પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો કરી આપવાનો સેબીએ વિચાર કર્યો છે. ‘બૉન્ડ ટૅપ’ નામની પદ્ધતિ દ્વારા કંપનીઓ નાણાં ઊભાં કરી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ સેબીએ એક પ્રોસ્પેક્ટસ ફાઇલ કરીને કોઈ એક નાણાકીય વર્ષમાં ગમે એટલી વાર રીટેલ રોકાણકારો સહિતના રોકાણકારો પાસેથી નાણાં ઊભાં કરવા માટે આ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે.

ટૅપ બૉન્ડના ઇશ્યુનું પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા બાદ કંપની પોતાને જરૂર પડે એ સમયે બજારમાં આવીને સ્ટૉક એક્સચેન્જ મારફત રોકાણકારો પાસેથી પ્રત્યક્ષ ધોરણે નાણાં એકઠાં કરી શકશે. આ રીતે તેઓ બજારમાં પ્રવેશવાનો સમય પોતાની ઇચ્છા અને આવશ્યકતા મુજબ નક્કી કરી શકશે.

સેબી આ વિષયે ટૂંક સમયમાં બજારના સહભાગીઓનાં મંતવ્યો મગાવે એવી શક્યતા છે.

ટૅપ બૉન્ડની ખાસિયત એ હશે કે રજિસ્ટ્રાર, મર્ચન્ટ બૅન્કર સાથેના વ્યવહાર, નવી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ અને અરજીપત્રકો જેવી ઔપચારિકતાઓથી મુક્ત રહીને બૉન્ડ ઇશ્યુ કરી શકાશે. લંડન જેવાં નાણાકીય બજારોમાં આવી વ્યવસ્થા અમલમાં છે.

નોંધનીય છે કે સેબીએ હાલમાં જ કૉર્પોરેટ બૉન્ડના લિસ્ટિંગનો સમયગાળો ઘટાડીને છ દિવસનો કરી નાખ્યો છે અને સિક્યૉરિટીઝની ફાળવણી થયા બાદ જ રોકાણકારના ખાતામાંથી નાણાં ડેબિટ થાય એવી વ્યવસ્થા શરૂ કરી છે.

અમરાવતી બૉન્ડે ૨૦૦૦ કરોડ રૂપિયા ઊભા કર્યા, BSE પર થયું લિસ્ટિંગ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર ગઈ કાલે અમરાવતી બૉન્ડનું લિસ્ટિંગ થયું હતું. આ ઇશ્યુ ૧.૫૩ ગણો ભરાયો હતો.

આંધ્ર પ્રદેશ સરકારની ગૅરન્ટી ધરાવતા અમરાવતી બૉન્ડ ૨૦૧૮ નામના આ ઇશ્યુ દ્વારા વાર્ષિક ૧૦.૩૨ ટકાનું વ્યાજ ઑફર કરતા ૧૦ વર્ષની મુદતના બૉન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. એમાં દર ત્રણ મહિને વ્યાજ ચૂકવાશે. મુદ્દલ રકમ પાંચ વર્ષ સુધી ઉપાડી નહીં શકાય. ત્યાર બાદ દર વર્ષે મહત્તમ ૨૦ ટકા રકમનો ઉપાડ કરી શકાશે. બૉન્ડ ઇશ્યુ કરનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આંધ્ર પ્રદેશ કૅપિટલ રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી છે.

નોંધનીય છે કે નવરચિત આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK