સેબીએ પૅસિફિક ફિનસ્ટૉક લિમિટેડ સામે ફૉરેન્સિક ઑડિટનો આદેશ આપ્યો

માર્કેટ નિયમનકાર સેબીએ પૅસિફિક ફિનસ્ટૉક લિમિટેડ (PFL) સામે ફૉરેન્સિક ઑડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. પ્રાથમિક તપાસમાં કંપનીની આર્થિક વિગતોમાં ગેરરજૂઆતો જોવા મળી હોવાથી સેબીએ આ આદેશ આપ્યો હતો.

sebi

સરકાર પાસેથી ૩૩૧ શંકાસ્પદ બનાવટી કંપનીઓની યાદી રજૂ કરાયા બાદ સેબીએ  આરંભેલી કાર્યવાહીના ભાગરૂપે સેબીએ PFL વિરુદ્ધ ૭ ઑગસ્ટે તપાસ આરંભી હતી. PFL દ્વારા અકાઉન્ટ્સ કે ફન્ડના દુરુપયોગની તપાસ કરવા સેબીએ સ્વતંત્ર ફૉરેન્સિક ઑડિટર નીમવાનો આદેશ આપ્યો છે. કંપની પોતે રજૂ કરેલી આર્થિક વિગતોને પુરવાર કરવા માટેના આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી. જોકે સેબીએ કંપનીના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સને કંપનીના શૅર ખરીદવાની છૂટ આપી છે, પણ એને વેચવાની પરવાનગી આપી નથી.

મૉવરિક શૅરબ્રોકરે સેબી સાથે પોતાના કેસની પતાવટ ૨૪ લાખ રૂપિયામાં કરી


મૉવરિક શૅરબ્રોકિંગ કંપનીએ તાજેતરમાં મૂડીબજારની નિયામક સેબી સાથે પોતાના એક કેસની પતાવટ ૨૩.૮૦ કરોડ રૂપિયામાં કરી છે. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કના શૅર્સમાં અનિયમિતપણે ટ્રેડિંગ કરવાની એક રોકાણકારની ફરિયાદના પગલે સેબી દ્વારા આ શૅરબ્રોકિંગ કંપની વિરુદ્ધ પગલું લેવામાં આવ્યું હતું. આ અનિયમિત ટ્રેડિંગ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબર અને ૨૦૧૩ની ૨૮ નવેમ્બરે કરવામાં આવ્યું હતું જેના વિરુદ્ધ રોકાણકારે ફરિયાદ કરી હતી. સેબીએ આ આખા કેસની તપાસ માટે એક કમિટી બનાવી હતી. જોકે આ મહિનાની શરૂઆતમાં કંપનીએ ઉક્ત કેસની પતાવટ કરવા માટે સેબીમાં અરજી કરી હતી એના પગલે કંપનીએ ૨૩.૮૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK