ડિસક્લોઝરમાં વિલંબ બદલ તાતા સ્ટીલને સેબીએ ૧૦ લાખ રૂપિયાનો દંડ કર્યો

બજાર નિયામક સેબીએ ગઈ કાલે ગ્રુપ-કંપની ટિનપ્લેટ કંપની ઑફ ઇન્ડિયા લિમિટેડમાં વધારાયેલા શૅરહોલ્ડિંગ વિશેના ડિસક્લોઝરમાં કરેલા વિલંબ બદલ તાતા સ્ટીલને દસ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

SEBI

તાતા સ્ટીલ અત્યારે ટિનપ્લેટમાં આશરે ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. એની પ્રોડક્ટ્સનો વપરાશ પ્રોસેસ્ડ ફૂડ્સના કેનિંગ અને પૅકેજિંગ, પેઇન્ટ્સ, બેવરેજિસ, ડેરી અને અન્ય પ્રોડક્ટ્સમાં થાય છે.

ટિનપ્લેટે સપ્ટેમ્બર-૨૦૦૯માં ૧,૭૯,૯૬,૧૮૮ ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ સહિત ૪,૩૧,૯૦,૮૫૧ ઇક્વિટી શૅર્સનો આઠ શૅરદીઠ પાંચના પ્રમાણમાં રાઇટ ઇશ્યુ કર્યો હતો.

તાતા સ્ટીલને ૧,૩૩,૧૨,૫૦૦ ઇક્વિટી શૅર્સ અને ૫૫,૪૬,૮૭૫ ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ફાળવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તાતા સ્ટીલને વધારાના ૮૬,૭૩,૫૯૯ ઇક્વિટી શૅર્સ અને ૧,૧૭,૦૦,૦૯૩ ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ફાળવવામાં આવ્યાં હતાં.

૨૦૦૯ની ૧૨ ઑક્ટોબરે ટિનપ્લેટે ૨,૧૯,૮૬,૦૯૯ ઇક્વિટી શૅર્સ રાઇટના ધોરણે તાતા સ્ટીલને ફાળવ્યા હતા એથી ટિનપ્લેટમાં તાતા સ્ટીલનો હિસ્સો ૩૦.૮૨ ટકાથી વધીને ૪૨.૮૮ ટકા થયો હતો. આનું ડિસક્લોઝર બે દિવસમાં જાહેર કરવાનું હતું એને બદલે એની જાહેરાત ૨૦૧૨ની બીજી જુલાઈએ કરવામાં આવી હતી. એ પછી ૨૦૧૧ની પહેલી એપ્રિલના રોજ ટિનપ્લેટે ૩,૧૩,૫૮,૧૨૩ ઇક્વિટી શૅર્સ તાતા સ્ટીલને ફાળવ્યા હતા તેથી તાતા સ્ટીલનો હિસ્સો ૪૨.૮૮ ટકાથી વધીને ૫૯.૪૪ ટકા થયો હતો. આ ડિસક્લોઝરમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો અને એની જાહેરાત ૨૦૧૧ની ૧૩ મેએ કરવામાં આવી હતી.

સેબીએ આપ્યો તાતાનગર બ્રિક્સ અને આર્ટેક્સ ડેવલપમેન્ટનાં અકાઉન્ટ જપ્ત કરવાનો આદેશ

માર્કેટ-નિયમનકાર સેબીએ તાતાનગર બ્રિક્સ લિમિટેડનાં બૅન્ક-અકાઉન્ટ, ડીમૅટ અકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફન્ડ અને લૉકર વગેરેની જપ્તીનો આદેશ આપ્યો છે. કંપનીએ પાછા કરવાના નીકળતા પાંચ લાખથી વધુ રૂપિયાની વસૂલાત માટે આ આદેશ અપાયો છે. ૨૯ જૂને સેબીએ કંપનીને પાંચ લાખ રૂપિયાનો દંડ જાહેર કર્યો હતો. કંપની પર કુલ ૫,૨૭,૪૬૬ રૂપિયાનું દેણું બાકી છે. એ ઉપરાંત સેબીએ આર્ટેક્સ ડેવલપમેન્ટ લિમિટેડનાં બૅન્ક તેમ જ ડીમૅટ અકાઉન્ટની જપ્તી દ્વારા ૨.૭૨ લાખ રૂપિયાની રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK