શૅરબજારનો ટ્રેડિંગ-ટાઇમ વધારવાના સૂચન પર સેબી વિચાર કરી રહ્યું છે

બજારનિયામક સેબી સ્ટૉક માર્કેટનાï ટ્રેડિંગના સમયગાળાને ઓછામાં ઓછો સાંજે પાંચ વાગ્યા સુધી વધારવાની વિચારણા કરી રહ્યું છે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

SEBI

અત્યારે દેશમાં સ્ટૉક-માર્કેટ્સ સવારે ૯ વાગ્યે ખૂલે છે અને બપોરે સાડાત્રણ વાગ્યે બંધ  થાય છે, પરંતુ સ્ટૉક એક્સચેન્જિસ સહિત કેટલાક વર્ગોનો મત છે કે સ્થાનિક બજારનો ટ્રેડિંગ-ટાઇમ વિશ્વબજારોને સુસંગત થાય એ માટે ટ્રેડિંગના કલાકોમાં વધારો કરવો  જોઈએ.

આ સંદર્ભે અંતિમ નિર્ણય લેતાં પૂર્વે સેબી સરકાર અને રિઝર્વ બૅન્કની સલાહ લેશે અને એ પછી કન્સલ્ટેશન-પેપર બહાર પાડીને ટ્રેડિંગનો સમય બદલવા વિશે સર્વ હિતધારકોના અભિપ્રાય મગાવશે. 

સ્ટૉક એક્સચેન્જિસે ભૂતકાળમાં પણ ટ્રેડિંગ-ટાઇમિંગ્સ વધારવાની દરખાસ્તો કરી છે, પરંતુ બ્રોકરો એનો દર વખતે વિરોધ કરે છે, જ્યારે સેબીએ આ વિશે તટસ્થ વલણ અપનાવ્યું છે અને એ ઇચ્છે છે કે સ્ટૉક એક્સચેન્જિસ અને ઇન્ટરમિડિયરીઝ સહિત બધા હિતધારકોના  અભિપ્રાયને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવે.

અત્યારે સ્ટૉક એક્સચેન્જિસમાં સવારે ૯થી સાડાત્રણ વાગ્યા સુધીના ટ્રેડિંગ-ટાઇમમાં પ્રી-ઓપન અને પોસ્ટ-ક્લોઝિંગ સેશન્સનો સમાવેશ છે. છેલ્લે ૨૦૦૯માં ટ્રેડિંગ-ટાઇમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રેડિંગ-ટાઇમ સવારે ૯.૪૫થી બદલીને ૯ વાગ્યાનો કરવામાં આવ્યો હતો. સેબીએ ઑક્ટોબર ૨૦૦૯માં સ્ટૉક એક્સચેન્જિસને ટ્રેડિંગ-ટાઇમ સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા વચ્ચેનો રાખવાની મંજૂરી આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy