અરુણ જેટલીએ આપ્યા GSTના સ્લૅબમાં ઘટાડાના સંકેત

પહેલાં જેટલી આવક મળતી હતી એટલી જ આવક GST લાગુ પાડ્યા બાદ મળે ત્યારે કરશે એનો અમલ

arun jaitley


કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે સંકેત આપ્યો હતો કે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના સ્લૅબ ઘટાડવામાં આવી શકે છે. એક વખત રેવન્યુમાં વધારા બાદ GSTના રેટ ઓછા કરવાનું પગલું ઉઠાવી શકાય. હાલ GSTને ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લૅબમાં વહેંચવામાં આવ્યો છે. અરુણ જેટલીએ ફરીદાબાદમાં એક કાર્યક્રમમાં ભાગ લેતાં કહ્યું હતું કે ‘અમારી પાસે શરૂઆતથી સુધારાનો અવકાશ છે. એક વખત આવકની દૃષ્ટિએ જેટલી આવક GST પહેલાં આવતી હતી એટલી જ GST બાદ આવે તો અમે મોટા સુધારાઓ વિશે વિચાર કરીશું.’

ફાઇનૅન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘ઇનડાયરેક્ટ ટૅક્સનો ભાર સમાજના તમામ વર્ગો દ્વારા ઉઠાવવામાં આવે છે. સરકારના હંમેશાંથી જ એ પ્રયત્નો રહ્યા છે કે વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર ટૅક્સના દરોને ઘટાડવામાં આવે. ડાયરેક્ટ ટૅક્સની ચુકવણી સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા થતી હોય છે, જ્યારે ઇનડાયરેક્ટ ટૅક્સનો ભાર તમામ પર પડે છે. તેથી જેનો વપરાશ દેશના સામાન્ય લોકો કરતાં હોય એનો ટૅક્સદર ઓછો રાખવાનો પ્રયાસ હંમેશાં સરકાર કરતી હોય છે.’

વળી GSTના શરૂઆતનાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારોની આવકમાં થનારા ઘટાડાની ભરપાઈ કરવા માટે કાર, કોલ્ડ ડ્રિન્ક્સ, તમાકુનાં ઉત્પાદનો જેવી લક્ઝરી વસ્તુઓ પર વધારાના ટૅક્સની પણ જોગવાઈ છે. GST મુજબ ૮૧ ટકા વસ્તુઓ પર ૧૮ ટકા કે એથી ઓછો ટૅક્સ છે. માત્ર ૧૯ ટકા વસ્તુઓ પર જ ૨૮ ટકા ટૅક્સ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK