ભારતને મળેલું BBB-સૉવરિન રેટિંગ S&Pએ યથાવત રાખ્યું

૨૦૧૮થી ૨૦૨૦ના ગાળામાં દેશનું અર્થતંત્ર ઘણી પ્રગતિ કરશે એવો અંદાજ

S&P

રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું તેથી સમગ્ર દેશમાં હરખની હેલી ઊપડી હતી, પણ હવે S&P (સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ)એ ભારતને અપાયેલું BBB-સૉવરિન રેટિંગ યથાવત રાખ્યું છે. ભારત માટેનું આઉટલુક ‘સ્થિર’ રાખવામાં આવ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું છે.

દરમ્યાન, ભારત સરકારે ભરેલાં સુધારાનાં પગલાંની એણે તરફેણ કરી છે અને રાજકોષીય સુધારણા માટે કરાયેલી પહેલની પ્રશંસા કરી છે.

S&Pએ કહ્યું છે કે ભારતની રાજકોષીય ખાધ ઘણી મોટી છે તથા સરકારી કરજ ઘણું વધારે છે. જોકે ૨૦૧૮થી ૨૦૨૦ના ગાળામાં દેશનું અર્થતંત્ર ઘણી પ્રગતિ કરશે એવો એનો અંદાજ છે. 

મૂડીઝે હાલમાં રેટિંગ સુધારવા છતાં S&Pએ કોઈ ફેરફાર કર્યો ન હોવાથી દેશભરમાં આર્ય થયું છે.

૨૦૧૪ પછી ભારતમાં વૃદ્ધિદરમાં ઘણો સુધારો થયો છે તથા મૅક્રો-ઇકૉનૉમિક ‘સ્થિર’તા વધી છે, એવું સરકાર ભારપૂવર્કત કહી રહી હોવા છતાં આ રેટિંગ એજન્સીએ BBB રેટિંગ યથાવત રાખ્યું છે જે જન્ક સ્ટેટસ કરતાં એક ગ્રેડ વધારે છે.

ભારત સરકારે દેશની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના ત્રણ ટકા સુધી સીમિત રાખવા માટેનાં પગલાં ભર્યાં છે. અગાઉ એણે રેટિંગ એજન્સીઓ દ્વારા અપનાવાતી પદ્ધતિ બાબતે સવાલ પણ ઉઠાવ્યા છે.

S&Pએ ભારતનું રેટિંગ છેલ્લે જાન્યુઆરી-૨૦૦૭માં બદલીને BBB કર્યું હતું. બૉન્ડ માટે રોકાણનું આ સૌથી નીચલું રેટિંગ છે. એણે આઉટલુક ‘સ્થિર’ રાખ્યો હતો, જે ૨૦૦૯માં બદલીને ‘નેગેટિવ’ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૦માં ફરી ‘સ્થિર’ કરવામાં આવ્યો. આઉટલુક ૨૦૧૨માં ફરી ‘નેગેટિવ’ અને ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ ‘સ્થિર’ કરી દેવાયો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK