સ્વપ્રશંસા કરતી વખતે સાવધાન

પોતાની જ પીઠ થાબડતાં પહેલાં જરા વિચાર કરી જોજો. તમે ખરેખર વખાણને લાયક છો કે નહીં? જો લાયક ન હો તો પાછળથી હતાશા ઘેરી વળે છે

khichdi-the-movie(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

છેલ્લે તમે પોતે તમારી પીઠ ક્યારે થાબડી હતી. કંઈ યાદ આવે છે? ક્યારેક ખાસ કંઈ ન કર્યું હોય તોયે પોતાની પીઠ થાબડવાની સ્વપ્રશંસા કરવાની કેટલાક લોકોને આદત હોય છે. તમે કંઈ ખાસ પ્રયત્ન કર્યો હોય છતાં તમને તમારા પોતાના જીવનમાં કે કામધંધાના ક્ષેત્રે સફળતા મળી હોય છતાં એનું ગૌરવ તમે લેતા હો એવું પણ બને છે. અને તમારી પોતાની પીઠ થાબડવી એટલે પોતાની જાતને રેસ્ટોરાંમાં ટ્રીટ આપવી, પરફ્યુમ ખરીદવું, કપડાં ખરીદવાં કે શૂઝ ખરીદવાની વાત અમે નથી કરતા, પણ પીઠ થાબડવાનો અર્થ કરીએ છીએ. આપણે લાયક ન હોવા છતાં સ્વપ્રશંસાની વાતો કરી લઈએ છીએ. કદાચ એક જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય - ‘આત્મશ્લાઘા’ કરીએ છીએ.

સાવધાન

ક્ષમતા ન હોવા છતાં પોતાનાં જ વખાણ પોતે કરવાં અને પછી વખાણી ખીચડી દાંતે ચોંટે એવું ન બનવું જોઈએ. આ રીતની ‘આત્મશ્લાઘા’ કરવી એ યોગ્ય નથી, કારણ કે આમ કરનાર વ્યક્તિ આ રીતે પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરતી હોય અને માનતી હોય કે પોતે તો બહુ જ મહત્વનું કાર્ય પાર પાડ્યું છે, પણ એ કામ યોગ્ય રીતે ન થયું હોય તો કંઈક મુશ્કેલી આવે અને પછી તે વ્યક્તિને વિષાદ ઘેરી વળે. ૨૭ વર્ષીય કમ્પ્યુટર પ્રોફેશનલ અક્ષય શાહ અનુસાર, હું ઘણી વાર આત્મશ્લાધામાં સરી પડું છું. અને છેલ્લે ગિલ્ટી ફીલ કરું છું. મેં ખૂબ મોટું કામ કર્યું છે એમ સમજીને હંમેશાં મને પોતાને સારું લગાડું છું, પણ વાસ્તવમાં મેં એક ઍવરેજ કાર્ય કર્યું હોય છે, પણ થોડી ક્ષણો માટે મને મારી જાત માટે જે ઊંચો અભિપ્રાય બંધાયો હોય છે એ પાછળથી નિરાશામાં પલટાઈ જાય છે. હા, પણ એક વાત છે આવા વર્તનને કારણે પાછળથી મને સમજાઈ જાય છે કે મારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. એથી જ આત્મશ્લાઘા કરતાં પહેલાં સો વાર વિચારવાની જરૂર છે.

કેવા હોય છે આ લોકો?

આત્મશ્લાઘા કે આત્મપ્રશંસા કરનાર લોકો હંમેશાં પોતાની બડાઈ હાંકતા રહે છે. પોતે કેવાં-કેવાં કામ કયાર઼્ છે એનું લાંબું ભાષણ તેઓ આપતા રહે છે. તેમની વાતોમાં હંમેશાં ‘હુંપણું’ છલકતું હોય છે. તેમનો અહમ્ ચરમસીમાએ હોય છે. પોતે જે કરી શકે છે એ બીજા કોઈ કરી ન શકે એવું તેમનું માનવું હોય છે. એ લોકો પોતાની વાત કરે ત્યારે સામેની વ્યક્તિને સાંભળવામાં રસ છે કે નહીં એ વિશે વિચારતા જ નથી. સામેની વ્યક્તિને રસ હોય કે ન હોય, તેઓ પોતાનું વક્તવ્ય હાંક્યે રાખે છે. આવા લોકો પોતાની જાતને જ મૂર્ખ બનાવતા હોય છે. અમારા એક સ્નેહી છે. જ્યારે મળે ત્યારે પોતે કરેલા કામ વિશે આપણને લંબાણમાં કહેવાનું ચાલુ કરે. તેમની એ વાતો ધંધાકીય હોવાને કારણે મોટા ભાગની સ્ત્રીઓને તેમની વાતમાં રસ ન પડે, પણ તે સ્નેહીનો વાત કરવાનો ઉત્સાહ એટલો બધો હોય છે કે બધાએ તેમની વાત સાંભળવી જ પડે. તમે જરાય બેધ્યાન થઈ જાવ એ ન ચાલે. જોકે તેઓ ઘણાં મોટાં કામ સારી રીતે કરી શકે છે એની ના નહીં, પણ સામેની વ્યક્તિને એ બધી વાતો સાંભળવામાં શું રસ હોય? એ તેઓ સમજી શકતા નથી.

મનોચિકિત્સકો શું કહે છે?

મનોચિકિત્સકોના મંતવ્ય અનુસાર આ બાબતમાં અમુક હદમાં મર્યાદામાં રહેવું એ શ્રેષ્ઠ ઉપાય છે. જે લોકો પોતાની જ પીઠ થાબડીને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માગતા હોય તેમણે સંતોષપ્રદ પરિણામ મેળવવાની પણ જરૂર છે. જો કોઈ વ્યક્તિ વધારે પડતી આત્મશ્લાધામાં ઊતરી પડે અને એ સારાસારનો વિવેક ચૂકી જાય તેમ જ પરિસ્થિતિની વાસ્તવિકતા પણ ભૂલી જાય તો પછી તેને નિશ્ચિત જ હતાશાનો સામનો કરવો પડે છે.

ખોટી માન્યતા આપણે એવું પણ માનીએ છે કે કોઈએ બહુ સારું કામ ન કર્યું હોય છતાં તેનાં વખાણ કરવાં, જેથી હકારાત્મકતાને કારણે આગળ જતાં તે સારું કાર્ય કરી શકે, પણ આ ખોટી માન્યતા છે. આ રીતે તો આપણે ઊલટાનું તેને ખોટી રીતે ચઢાવીએ છીએ. તેને આપણે સાચી વાત કહીને વધારે સારું કામ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.

સાચી વાતને વખાણો

હવે જ્યારે તમે પોતે જ પોતાની પીઠ થાબડીને પોતાની જાતને શાબશી આપો એ પહેલાં એક વાત ધ્યાનમાં રાખજો કે પોતાની પીઠ થાબડવામાં કે પોતાની જાતને ક્રેડિટ આપવામાં કંઈ ખોટું નથી, જ્યારે તમે ખરેખર પ્રશંસાત્મક કામ કર્યું હોય. પોતાની યોગ્યતા સમજવાને કારણે સુખ અને સંતોષની લાગણી પેદા થાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાની જાતને, પરિવારને, કામને, સમાજને પોતાના યોગદાનથી માન્યતા આપે છે અને ખુશી મેળવે છે ત્યારે તેના સ્વાભિમાનનું હકારાત્મક ઘડતર થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK