રોટોમૅક ગ્લોબલના ઠગાઈ કેસમાં બૅન્ક ઑફ બરોડાના ૪૫૬.૬૦ કરોડ રૂપિયા સલવાયેલા છે

યુનિયન બૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનાં નાણાં પણ ફસાયાં, કાનૂની કાર્યવાહી ચાલુ

bob

જાહેર ક્ષેત્રની બૅન્ક ઑફ બરોડાએ બુધવારે કહ્યું હતું કે બૅન્કને ઠગવાના ૩૬૯૫ કરોડ રૂપિયાના જે કૌભાંડની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) તપાસ કરી રહ્યાં છે એ રોટોમૅક  ગ્લોબલમાં ૪૫૬.૬ કરોડ રૂપિયાનું એક્સપોઝર ધરાવે છે. સ્ટૉક એક્સચેન્જિસમાં કરેલા ફાઇલિંગમાં બૅન્કે જણાવ્યું છે કે ૨૦૧૫ની ૩ ઑક્ટોબરથી રોટોમૅક ગ્લોબલને ૬ અન્ય બૅન્કો સાથેની કન્સોર્ટિયમ હેઠળ બૅન્ક મે. રોટોમૅક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં ઉક્ત એક્સપોઝર ધરાવે છે.

ક્યારથી કેસ શરૂ થયો


રોટોમૅક સંબંધિત સમાચારો સંદર્ભે સ્ટૉક એક્સચેન્જિસે બૅન્ક ઑફ બરોડા પાસે સ્પક્ટતા માગી હતી. બૅન્કે ઑક્ટોબર ૨૦૧૬માં ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં કાર્યવાહી શરૂ કરી હતી અને જાન્યુઆરી ૨૦૧૭માં બૅન્કની તરફેણમાં ડિક્રી પ્રાપ્ત કરવામાં આવી હતી. બૅન્ક ઑફ બરોડાએ રોટોમૅક ગ્લોબલ વિરુદ્ધ SARFAESI ઍક્ટ હેઠળ પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કોડ અમલી બન્યો એ પછી નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) અલાહાબાદમાં જૂન ૨૦૧૭થી ઇન્સૉલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયા ચાલી રહી છે એમ ફાઇલિંગમાં બૅન્કેજણાવ્યું હતું.

વિલફુલ ડિફૉલ્ટર જાહેર

કંપની અને એના ડિરેક્ટરોને વિલફુલ ડિફૉલ્ટર્સ જાહેર કરવામાં આવ્યા એ પછી બૅન્કે છેતરપિંડીની જાણ રિઝર્વ બૅન્કને કરી હતી અને CBI, ED અને ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સમાં ફરિયાદ નોંધાવી હતી. CBI અને ED તેમ જ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે કાનપુરના રોટોમૅક ગ્રુપ અને એના પ્રમોટર વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવી છે અને ૧૧ બૅન્ક-કાઉન્ટ અટેચ કયાર઼્ છે. ઉત્તર પ્રદેશની વિવધ બૅન્કોમાંનાં ખાતાંને પણ ગઈ કાલે રાતે ટાંચમાં લેવામાં આવ્યાં હતાં.

યુનિયન બૅન્ક


યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક્સચેન્જમાં કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યા પ્રમાણે એણે ૨૦૧૨માં બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાનીના કન્સોર્ટિયમ હેઠળ રોટોમૅકને થોડી લોન આપી હતી. એ ખાતું ૨૦૧૬ની ૧ ઑક્ટોબરે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું અને એની રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક

ïઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (IOB)એ કહ્યું હતું કે એ રોટોમૅકને લગભગ એક દસકાથી બૅન્કિંગ સર્વિસિસ પૂરી પાડે છે અને IOBના નેતૃત્વના કન્સોર્ટિયમ હેઠળ રોટોમૅકને લોન આપી હતી. આ લિમિટ્સ જોકે કૅશ માર્જિન અને સિક્યૉરિટી તરીકે સ્થાવર મિલકત અને પ્રમોટર્સ-ડિરેક્ટર્સ તથા કંપનીની ગૅરન્ટીથી સુરક્ષિત હતી. આ અકાઉન્ટ ૨૦૧૬ની ૩૦ જૂને NPA બન્યું હતું અને Dય્વ્માં કેસ ફાઇલ કરીને બૅન્કની તરફેણમાં ડિક્રી પ્રાપ્ત કરવામાં આવી છે. આ ડિક્રીના આધારે કંપનીના ડિરેક્ટરોને દેશ છોડી જવાની મનાઈ કરવામાં આવી છે અને એની જાણ લખનઉ અને દિલ્હીની રીજનલ પાસપોર્ટ ઑફિસને જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૭માં કરવામાં આવી છે. બૅન્ક ઑફ બરોડાએ આ કેસ NCLTને રિફર કર્યો છે જેને ૨૦૧૭ની ૨૦ સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવ્યો છે. અમે પણ અમારો દાવો NCLTમાં દાખલ કર્યો છે, એમ બૅન્કે ઉમર્યું છે.

rotomac

રોટોમૅકની લોન ૨૦૧૫-’૧૬માં જ NPA બની ગઈ હતી : બૅન્ક ઑફ ઇન્ડિયા

રોટોમૅક ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોન નાણાકીય વર્ષ ૨૦૧૫-’૧૬માં જ નૉન પર્ફોર્મિંગ ઍસેટ (NPA) બની ગઈ હતી અને એ માટે ૧૦૦ ટકા પ્રોવિઝનિંગ થઈ ચૂક્યું છે એમ સરકારી માલિકીની બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે.

રોટોમૅકના માલિક ૮૦૦ કરોડ રૂપિયાની લોન લીધા બાદ દેશની બહાર ફરાર થઈ ગયા છે એ મતલબના અખબારી અહેવાલ સંબંધે સ્ટૉક એક્સચેન્જોએ સ્પક્ટતા કરવાનું કહ્યું એથી બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઉક્ત ખુલાસો કર્યો છે.

રોટોમૅક ગ્રુપને કન્સોર્ટિયમના ભાગરૂપે લોન આપવામાં આવી હતી એમ જણાવતાં બૅન્કે એનું એક્સપોઝર કેટલી રકમનું છે એ જણાવ્યું નથી.

આ પહેલાં બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક પોતપોતાના એક્સપોઝર વિશે ખુલાસા કરી ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK