સબર્બ્સમાં હવે રિલાયન્સની નહીં, અદાણીની ઇલેક્ટ્રિસિટી

રિલાયન્સ એનર્જીનો સંપૂર્ણ બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને વેચવા ૧૮,૮૦૦ કરોડમાં પાર પડ્યો સોદો

electri

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એનો મુંબઈનો ઇલેક્ટ્રિસિટી બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને વેચવા માટેના કરાર પર ગઈ કાલે હસ્તાક્ષર કર્યા હતા. આ સોદો ૧૮,૮૦૦ કરોડ રૂપિયામાં પાર પડ્યો છે.

રિલાયન્સના પાવર બિઝનેસમાં ૧૦૦ ટકા હિસ્સાનું વેચાણ કરવા માટે કંપનીઓ વચ્ચે ડેફિનિટિવ બાઇન્ડિંગ કરાર થયો છે. આ બિઝનેસમાં વીજનિર્માણ, વીજવહન અને વીજવિતરણનો સમાવેશ થતો હોવાનું રિલાયન્સ ઇન્ફ્રાએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યું છે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યા મુજબ સોદાનું મૂલ્ય ૧૩,૨૫૧ કરોડ રૂપિયા છે. એમાં ૧૨,૧૦૧ કરોડ રૂપિયાનો બિઝનેસ તથા અત્યાર સુધીમાં મંજૂર થયેલી ૧૧૫૦ કરોડની રેગ્યુલેટરી ઍસેટ્સનો સમાવેશ થાય છે. બીજી ૫૦૦૦ કરોડની રેગ્યુલેટરી ઍસેટ્સ અને ૫૫૦ કરોડ રૂપિયાનું નેટવર્કિંગ કૅપિટલ સામેલ છે. આમ કુલ સોદો ૧૮,૮૦૦ કરોડ રૂપિયાનો થાય છે.

આ સોદા સાથે અમે ભારતમાં વીજવિતરણક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છીએ એમ અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું છે અને ઉમેર્યું છે કે ‘દેશમાં સૌને ૨૪હૃ૭ વીજપુરવઠો આપવા માટેના મિશનનો અમલ થઈ રહ્યો છે ત્યારે વીજવિતરણનો બિઝનેસ ઉજ્જ્વળ ભવિષ્ય ધરાવે છે. અમને આ ક્ષેત્રે વિકાસની ભરપૂર સંભાવના દેખાઈ રહી છે. આ તકોનો લાભ લઈને અગ્રણી વીજવિતરણ કંપની બનવાનું અમારું ધ્યેય છે. રિલાયન્સ ઇન્ફ્રાનું ઍક્વિઝિશન કરીને અદાણી ટ્રાન્સમિશન ભારતમાં વિતરણ અને વીજવહનના સંકલિત બિઝનેસનો લાભ પ્રાપ્ત કરી શકશે.’

રિલાયન્સ ઇન્ફ્રાનું કહેવું છે કે આ પગલું ભરીને હવે એ ભાવિ વિકાસ માટેના વ્યૂહનો અમલ કરી શકશે.

’રિલાયન્સ ઇન્ફ્રા કરજ ઘટાડશે રિલાયન્સ ઇન્ફ્રા આ સોદાથી મળનારી રકમનો ઉપયોગ સંપૂર્ણપણે પોતાનું કરજ ઘટાડવા માટે કરશે. એને આ સોદાથી કરજમુક્ત થવા ઉપરાંત ૩૦૦૦ કરોડ રૂપિયાની રોકડ સરપ્લસ મળશે.

૩૦ લાખ ગ્રાહકોને થાય છે વીજવિતરણ

રિલાયન્સ એનર્જીના નામે પ્રખ્યાત રિલાયન્સ ઇન્ફ્રાનો આ બિઝનેસ ભારતમાં ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો વીજ યુટિલિટીનો બિઝનેસ છે. મુંબઈનાં ઉપનગરોમાં ઘર તથા ઔદ્યોગિક અને કમર્શિયલ એકમો મળીને લગભગ ૩૦ લાખ ગ્રાહકોને એ વીજવિતરણ કરે છે.

શહેરમાં ૧૮૦૦ મેગાવૉટની સર્વોચ્ચ ડિમાન્ડને પહોંચી વળવાનું કામ કરતી રિલાયન્સ એનર્જી‍ ૭૫૦૦ કરોડ રૂપિયાની આવક ધરાવે છે.

ઉક્ત સોદો ઔપચારિક મંજૂરીઓને આધીન રહેશે. એ પાર પડી ગયા પછી રિલાયન્સ ઇન્ફ્રા સંરક્ષણક્ષેત્રે મોટા પાયે કામકાજ હાથ ધરવાની છે.

Comments (1)Add Comment
...
written by નવીન ભાનુશાલી, December 23, 2017
રિલાયન્સ નાં બદલે અદાણી લૂટારું નાં નામ બદલાયા અને વીજળી હજી મોંઘી થાશે
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK