રખે કોઈ રહી જાય

GSTના ફીલ્ડ ઑફિસરો રિટર્ન્સ ભરવાને પાત્ર લોકોને વીણી-વીણીને લાવશે : રિટર્ન્સ ભરવામાં તકલીફ અનુભવી રહેલા કરદાતાઓને મદદરૂપ થવાનું પણ પ્રાદેશિક કમિશનરોને કહેવાયું

GST

અગાઉ સર્વિસ ટૅક્સ-વૅટ ભરતા હોય, પણ હજી સુધી GST ભરવા લાગ્યા ન હોય એવા બિઝનેસને શોધી કાઢવા માટે હવે કરવેરા ખાતાના ફીલ્ડ ઑફિસરો સક્રિય બવાના છે. એ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ ઍન્ડ કસ્ટમ્સ (CBEC)એ GST કરવેરાપ્રણાલીમાં રિટર્ન્સ ભરવામાં તકલીફ અનુભવી રહેલા કરદાતાઓને મદદરૂપ થવાનું પણ પ્રાદેશિક કમિશનરોને કહ્યું છે.

નોંધનીય છે કે આશરે એક કરોડ બિઝનેસોએ GST નેટવર્ક પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી ૭૨ લાખ કરદાતાઓ એવા છે જેઓ અગાઉ એક્સાઇઝ, સર્વિસ-ટૅક્સ અને વૅટના કરવેરા તંત્રમાં હતા.

CBECના એક અધિકારીએ જણાવ્યું છે કે ‘પહેલાં કયા બિઝનેસ કરવેરા ભરતા હતા એની ફીલ્ડ ઑફિસરોને જાણ છે. GST ભરવાને પાત્ર હોય, પરંતુ કરવેરો ભરતા ન હોય એવા બિઝનેસ શોધી કાઢવા માટે આ ઑફિસરોને GSTR-૩B રિટર્ન્સની વિગતો આપવામાં આવી છે.’

અહીં એ પણ જણાવવું રહ્યું કે ૨૦ લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા બિઝનેસ GST હેઠળ આવતા નથી. અગાઉ સર્વિસ-ટૅક્સ અને વૅટ માટે આના કરતાં ઓછી મર્યાદા હતી.

ઉક્ત અધિકારીનું કહેવું છે કે ‘અનેક બિઝનેસોએ GST હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ રિટર્ન્સ ભર્યાં નથી. આથી ફીલ્ડ ઑફિસરો તેમની પાસે જઈને તેમને કોઈ તકલીફ પડતી હશે તો એનું નિરાકરણ લાવશે. જે લોકોએ રિટર્ન્સ ભર્યાં નથી તેઓમાંના ઘણા બિઝનેસે કોઈ કરવેરો ભરવાનો આવતો નથી. આના પરથી એવું લાગે છે કે કરવેરો ભરવાનો આવતો ન હોવાથી રિટર્ન્સ નહીં ભરે તો ચાલશે એવી તેમની માન્યતા હશે. હવે તેમને રિટર્ન્સ ભરવાની બાબતે મદદરૂપ થવાની જરૂર જણાય છે.’

FMCG કંપનીઓ ભાવ ઘટાડવાની તૈયારીમાં


GSTના રેટ્સ ઘટાડાયા બાદ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના ભાવો પાંચથી ૧૫ ટકા સુધી ઘટે એવી આશા છે. શૅમ્પૂ, ચૉકલેટ્સ, ન્યુટ્રિશન્ટ ડ્રિન્ક્સ વગેરે આઇટમ્સની કિંમતમાં ઘટાડો સંભવ છે. આ આઇટમ્સના રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા છે. અનેક FMCG કંપનીઓ એની પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવાની તૈયારીમાં છે. આવી કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલીવર, ડાબર, અમૂલ, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, નેસ્લે વગેરેનો સમાવેશ છે. આ વિષયમાં કંપનીઓ અને રીટેલર્સ વચ્ચે વાટાઘાટ શરૂ થઈ છે. તેઓ એકાદ સપ્તાહમાં નિર્ણય પર આવી એનો અમલ શરૂ કરે એવી ધારણા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy