ઉદ્યોગો અને હોમલોનના સંભવિત ગ્રાહકોની આશા પર પાણી ફેરવતો મૉનિટરી પૉલિસી કમિટીનો નિર્ણય

ધિરાણના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

urjit patel

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટી (MPC)એ ધિરાણના વ્યાજદરમાં તથા દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજને યથાવત રાખીને ઘર ખરીદવા માટે વ્યાજદર ઘટવાની આશા રાખનારા મધ્યમ વર્ગને પણ જૈસે થેની સ્થિતિમાં રહેવા દીધો છે. આ સાથે જ શૅરબજારના સહભાગીઓ પણ અપેક્ષા સંતોષાઈ ન હોય એ રીતે મુખ્ય ઇન્ડેક્સ ઘટ્યા છે.

MPCએ વર્તમાન નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક સમીક્ષાના અંતે કહ્યું છે કે આ વર્ષનો વૃદ્ધિદરનો અંદાજ ૬.૭ ટકા જ રાખવામાં આવે છે અને રેપો રેટ ૬ ટકાના દરે યથાવત રાખવામાં આવે છે.

અર્થતંત્રમાં મોંઘવારી વધવાની ભીતિને અનુલક્ષીને એણે આ નિર્ણયો લીધા છે. એના મતે આ નાણાકીય વર્ષના બાકી રહેલા સમયગાળામાં મોંઘવારીનો દર ૪.૩થી ૪.૭ ટકા રહેશે એવું જણાય છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલના વડપણ હેઠળની છ સભ્યોની MPCએ રિવર્સ રેપો રેટ પણ ૫.૭૫ ટકાના સ્તરે જેમ છે એમ રહેવા દીધો છે અને કહ્યું છે કે મધ્યમ ગાળામાં મોંઘવારી વધે નહીં એ દૃષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એણે વધુમાં કહ્યું છે કે ખરીફ ઊપજમાં તથા રવી પાકના વાવેતરમાં ઘટાડો થયો હોવાથી કૃષિ માટેનો અંદાજ ઘટાડાતરફી છે.

તાજેતરના મહિનાઓમાં ધિરાણ થોડું વધ્યું એ એકમાત્ર સકારાત્મક પાસું એને દેખાયું છે. MPCએ કહ્યા મુજબ જાહેર ક્ષેત્રની બૅન્કોને વધુ મૂડી આપવાના પગલાને લીધે ભવિષ્યમાં ધિરાણની સ્થિતિ સુધરવાની આશા રાખી શકાય.

રિઝર્વ બૅન્કના મતે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં સર્વિસિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ડિમાન્ડ, નાણાકીય સ્થિતિ તથા બિઝનેસની એકંદર સ્થિતિ સુધરવાની ધારણા છે. જોકે રિયલ એસ્ટેટ જેવાં અમુક ક્ષેત્રોમાં થોડી નબળાઈ દેખાય છે.

એક સભ્યનો વિપરીત મત

MPCમાં છ સભ્યો છે અને એમાંથી રવીન્દ્ર ધોળકિયાએ ધિરાણના વ્યાજદરમાં પચીસ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી.

રિઝર્વ બૅન્ક ડેબિટ કાર્ડથી થતા વ્યવહારો પરના ચાર્જિસ વ્યવહારુ બનાવશે

રિઝર્વ બૅન્કે ડેબિટ કાર્ડથી થતા વ્યવહારો પરના ચાર્જિસ વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે. ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિવિધ પ્રકારના વેપારીઓની શ્રેણીઓના આધારે આ ચાર્જિસમાં ફેરફાર કરવામાં આવશે.

ગઈ કાલે નાણાનીતિની સમીક્ષાના નિવેદનની સાથે-સાથે રજૂ કરાયેલી વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ વિશેના નિવેદનમાં રિઝર્વ બૅન્કે કહ્યું હતું કે પૉઇન્ટ ઑફ સેલ્સ પર ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને થતા વ્યવહારોનું પ્રમાણ હાલમાં વધ્યું છે એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના માળખાને વ્યવહારુ બનાવવામાં આવશે.

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે એ દર જેના આધારે બૅન્કો વેપારી પાસેથી ચાર્જ લેતી હોય છે. આ ચાર્જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સર્વિસોના વપરાશ માટે લાગુ કરવામાં આવે છે.

બૅન્કો નૉન-પર્ફોમિંગ ઍસેટ્સના આંકડા છુપાવે છે : રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્કે નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી છતાં બૅન્કો પોતાની નૉન-પર્ફોમિંગ ઍસેટ્સના આંકડા ઘટાડીને જણાવે છે.

ગઈ કાલે નાણાનીતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથને કહ્યું હતું કે ‘અમે નિયમોના આધારે બૅન્કોના વર્ગીકરણની સમીક્ષા કરી છે અને અમને જોવા મળ્યું છે કે નિયમોને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા નથી. કેટલીક બૅન્કોએ સાચા આંકડા જણાવ્યા નહીં એને પગલે નૉન-પર્ફોમિંગ ઍસેટ્સ વધતી ગઈ અને પરિણામે એને માટે વધારે પ્રોવિઝનિંગ કરવું પડ્યું. એની અસર નફા પર થવાથી તેમના સ્ટૉક્સના ભાવ ઘટ્યા અને રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું.’

યસ બૅન્કે બે નાણાકીય વર્ષમાં એકંદરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની કુલ નૉન-પર્ફોમિંગ ઍસેટ્સ ઓછી દર્શાવી છે. ઍક્સિસ બૅન્કમાં આ આંકડો ૧૪,૦૦૦ કરોડ અને ICICI બૅન્કમાં ૫૦૦૦ કરોડ છે એમ તેમણે જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy