રિઝર્વ બૅન્કે રેપો રેટમાં કર્યો ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો

ઑક્ટોબર-૨૦૧૩ પછી પહેલી વખત થયું : કેન્દ્રીય બૅન્કે સતત બે પૉલિસી-બેઠકોમાં રેપો વધાર્યો

RBI

રિઝર્વ બૅન્કે ગઈ કાલે મુખ્ય રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને રેટ ૬.૫૦ ટકાની બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચાડી દીધો છે. નોંધનીય છે કે ઑક્ટોબર-૨૦૧૩ પછી પ્રથમ વખત કેન્દ્રીય બૅન્કે સતત બે પૉલિસી-બેઠકોમાં રેપો વધાર્યો છે.

જૂન મહિનામાં રેપો રેટ ચાર વર્ષ બાદ પ્રથમ વારમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૨૫ ટકા કર્યો હતો. ગઈ કાલે બીજી વખત ૨૫ બેસિસ પૉઇન્ટની વૃદ્ધિ કરવામાં આવી હતી.

બૅન્કોને નાણાંની જરૂર પડ્યે રિઝર્વ બૅન્ક એમને ધિરાણ આપે છે. એના પર લેવાતા વ્યાજદરને રિપો રેટ એટલે કે રીપરચેઝ રેટ કહેવાય છે.

જૂન મહિનામાં ભારતનો વાર્ષિક ગ્રાહકલક્ષી ફુગાવો પાંચ ટકાના દરે વધ્યો એને તથા રૂપિયાના ઘટી રહેલા મૂલ્યને ધ્યાનમાં રાખીને રેપો રેટ વધારવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કે મધ્યમ ગાળામાં ફુગાવાનું લક્ષ્ય ચાર ટકા રાખ્યું છે.

આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં આ વર્ષે આશરે ૨૦ ટકા વધારો થયો છે અને ભાવ મે મહિનામાં બૅરલદીઠ ૮૦ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો, જે ૨૦૧૪થી અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. એક બાજુ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે અને બીજી બાજુ રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે એવી સ્થિતિમાં આયાતનું બિલ વધવાથી એની અસર ફુગાવા પર પડે છે. વળી અત્યાર સુધીમાં ચોમાસું પણ બધે માફકસર રહ્યું નથી. દેશમાં ફુગાવા પર ચોમાસાની પણ અસર હોય છે. ચોમાસાની બદલાતી ચાલને લીધે રવી પાકના અંદાજ બગડી જઈ શકે છે. એને પગલે ફુગાવો વધી શકે છે.

ધિરાણના નીતિવિષયક વ્યાજદર નિãત કર્યા બાદ મૉનિટરી પૉલિસી કમિટીએ નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન અને આગામી મૅક્રો-ઇકૉનૉમિક સ્થિતિને લક્ષમાં રાખીને રેપો રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

જૂન મહિનામાં મળેલી કમિટીની મીટિંગ બાદ વૈશ્વિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે. આમ છતાં વૈશ્વિક વિકાસ અસંતુલિત છે અને વેપાર સંબંધે વધેલી તંગદિલીને કારણે જોખમ ઊભું થયું છે. નવાં ઊભરતાં અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃત્તિ થોડી ધીમી પડી છે અને ચંચળતા વધી છે. ડૉલરનું મૂલ્ય વધવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે.

ભારતમાં એપ્રિલ-મેમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર વધ્યો છે. કૅપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં સુધારો થયો એનું આ પરિણામ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર/કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વૃદ્ધિ ઝડપી રહી છે. જૂન મહિનામાં આઠ મુખ્ય ઉદ્યોગોમાં પણ ઉત્પાદન સુધર્યું છે. એકંદરે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં ક્ષમતાનો ઉપયોગ કરવાની સ્થિતિ મજબૂત છે એમ કમિટીએ કહ્યું છે.

નોંધનીય છે કે ડૉ. રવીન્દ્ર એચ. ધોળકિયાને બાદ કરતાં કમિટીના તમામ પાંચે સભ્યોએ વ્યાજદરના વધારવાને સમર્થન આપ્યું હતું.

કમિટીની આગામી બેઠક ત્રીજીથી પાંચમી ઑક્ટોબર સુધી મળશે.

રિઝર્વ બૅન્ક કદાચ નાણાકીય સંસ્થાઓના કામકાજના કલાકો બદલશે

ખાસ કરીને રિઝર્વ બૅન્કના કાર્યક્ષેત્રમાં આવતી નાણાકીય સંસ્થાઓના કામકાજના કલાકોમાં ફેરફાર થવાની શક્યતા ગઈ કાલની મૉનિટરી પૉલિસી કમિટીની બેઠકમાં વ્યક્ત થઈ હતી. આ ફેરફાર વૈશ્વિક બજારોના સમયની સાથે તાલ મિલાવવા માટે કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય બૅન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે કમિટીની બેઠક બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘રિઝર્વ બૅન્કે પેમેન્ટ અને સેટલમેન્ટનું કામકાજ સંભાળતી સંસ્થાઓના કામકાજના કલાકો બદલવાની શક્યતા તપાસવાનું નક્કી કર્યું છે. એના માટે આંતરિક કાર્યજૂથની રચના કરવામાં આવી છે.’

અહીં જણાવવું રહ્યું કે સિક્યૉરિટીઝ માર્કેટમાં પણ વૈશ્વિક માર્કેટ સાથે તાલ મિલાવવાની દૃãક્ટએ ખાસ કરીને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના કામકાજના કલાકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એને અનુલક્ષીને રિઝર્વ બૅન્ક પણ પેમેન્ટ અને સેટલમેન્ટમાં સંકળાયેલી સંસ્થાઓના કામકાજના કલાકોમાં પરિવર્તન લાવી શકે છે.

ICICI બૅન્કના વહીવટના મુદ્દે ટિપ્પણી કરવાનો રિઝર્વ બૅન્કનો ઇનકાર

રિઝર્વ બૅન્કે ICICI બૅન્કના વહીવટના મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કરતાં ગઈ કાલે માત્ર એટલું કહ્યું હતું કે બૅન્કિંગ તંત્રમાં જે કંઈ થઈ રહ્યું છે એ બાબતે કેન્દ્રીય બૅન્ક સક્રિય છે અને એ પરિસ્થિતિનો હલ લવાઈ રહ્યો છે.

ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથને નાણાનીતિની સમીક્ષા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ એક બૅન્ક વિશે ચર્ચા કરવી યોગ્ય નથી.

ICICI બૅન્કનાં મૅનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે તેમના પરિવારના સભ્યોને લાભ થાય એ રીતે અમુક કંપનીને લોન આપી હોવાના આક્ષેપ બાદ કોચરને રજા પર ઉતારી દેવાયાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK