રિઝર્વ બૅન્ક-સરકાર વચ્ચેનો વિવાદ વધારે વકરવાની સંભાવના

૧૯ નવેમ્બરે રિઝર્વ બૅન્કના બોર્ડની મીટિંગમાં સરકારી નૉમિનીઝ રજૂઆત કરશે

urjit

સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચેના મતભેદ-તનાવ કથિત રીતે શાંત પડ્યાં હોવાનું ભલે જતાવાતું હોય અને સરકારે આ મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ ભલે કર્યો હોય, પણ આ વિષય આગામી દિવસોમાં વધુ વીફરે એવી શક્યતા જણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ રિઝર્વ બૅન્કના સેન્ટ્રલ બોર્ડની મીટિંગ ૧૯ નવેમ્બરે ફરી મળવાની છે, જ્યાં આ મુદ્દે વધુ ગરમ ચર્ચા થાય એવા સંકેત છે. આ બોર્ડમાં સ્થાન ધરાવતા સરકારી નૉમિનીઝ બોર્ડ સમક્ષ એવી રજૂઆત કરવાના છે જેમાં તેમણે શા માટે રિઝર્વ બૅન્કે નાણાખાતાએ ૧૦ ઑક્ટોબરે ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલને કરેલાં સૂચનો સ્વીકારવાં જોઈએ એનાં સૂચનો હશે.

આ સૂચનોમાં કહેવાયા મુજબ સરકારના મતે રિઝર્વ બૅન્કે કૉર્પોરેટ બૉન્ડ પોર્ટફોલિયોમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ માટેની ૨૦ ટકાની એક્સપોઝર મર્યાદા દૂર કરવી જોઈએ. દસ વરસ કરતાં ઓછી મુદતની મૅચ્યોરિટીવાળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ માટેની ફરજિયાત હેજિંગની જોગવાઈ દૂર કરવી જોઈએ. વધુમાં રિઝર્વ બૅન્કે NFBC, હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટે સ્પેશ્યલ રીફાઇનૅન્સ વિન્ડો સ્થાપવી જોઈએ. બૅન્કો માટે ૩૦ અબજ ડૉલર ઊભા કરવા માટેની સુવિધા ઊભી કરવી જોઈએ. ઇકૉનૉમિક કૅપિટલ ફ્રેમવર્કની સમીક્ષા થવી જોઈએ.

સરકાર હવે RBI ઍક્ટની સેક્શન ૭નો ઉપયોગ કરવા માગે છે, જેનો રિઝર્વ બૅન્કે ઉપયોગ નથી કર્યો.  રિઝર્વ બૅન્કે સરકારના ઉપયુર્ક્ત એક પણ સૂચનનો અમલ કર્યો નહીં હોવાનો સરકારનો દાવો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK