Good News : RBIએ આપી રાહત, હોમ લોન થશે સસ્તી

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ ધારણા મુજબ શૉર્ટ ટર્મ લેન્ડિંગ રેટ અર્થાત રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને દર ૬ ટકા સુધી નીચો લાવ્યો છે.

ઈઘ

ગત વર્ષે ઑક્ટોબર બાદ નાણાનીતિની આ છઠ્ઠી દ્વિમાસિક સમીક્ષાના અંતે કમિટીએ ઉક્ત નિર્ણય જાહેર કર્યો હતો. કમિટીની રચના થયા બાદ બીજી વખત એણે ધિરાણના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ પહેલાં પ્રથમ જ મીટિંગ અર્થાત ઑક્ટોબર-૨૦૧૬માં કમિટીએ ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. નોંધનીય છે કે રેપો રેટ નવેમ્બર-૨૦૧૦ બાદ પહેલી વાર આટલો નીચો આવ્યો છે.

કમિટીના છમાંથી ચાર સભ્યોએ ૨૫ બેસિસ પૉઇન્ટનો અને એક સભ્યે ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાનો મત વ્યક્ત કર્યો હતો. એક સભ્યે ધિરાણના દર યથાવત રાખવાનું કહ્યું હતું. ૨૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાની તરફેણ રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલ, ડેપ્યુટી ગવર્નર ડૉ. વિરલ વી. આચાર્ય, ડૉ. ચેતન ઘાટે અને ડો. પમી દુઆએ કરી હતી. ડૉ. રવીન્દ્ર એચ. ધોળકિયા ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો ઇચ્છતા હતા. ડૉ. માઇકલ દેવવþતે સ્થિતિ યથાવત રાખવાનું કહ્યું હતું.

કમિટીના નિર્ણય અનુસાર રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકા અને માર્જિનલ સ્ટૅન્ડિંગ ફૅસિલિટી રેટ તથા બૅન્ક રેટ ૬.૨૫ ટકા રાખવામાં આવ્યા છે.

કૃષિ લોન માફ કરવાના પગલાને લીધે રાજકોષીય સંતુલન બગડી શકે છે : રિઝર્વ બૅન્કનો પુનરુચ્ચાર


રાજ્યો બજારમાંથી કરજ લે અને કરવેરા વધારે એ બન્ïનેની એક મર્યાદા છે. એથી જ કૃષિ લોન માફ કરવાની અસર તળે મૂડીગત ખર્ચ ઘટાડવા પડશે અને એની પ્રતિકૂળ અસર મૂડીગત ખર્ચના ચક્ર પર પડશે. આ ચક્ર અત્યારે પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે. આમ રાજ્ય સરકારોએ લીધેલા કૃષિ લોન માફ કરવાના પગલાને લીધે રાજકોષીય સંતુલન બગડી શકે છે.

રિઝર્વ બૅન્કે ગઈ કાલે ધિરાણનીતિની સમીક્ષા વખતે બહાર પાડેલા નિવેદનમાં ઉક્ત મત વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યોએ કૃષિ લોન માફ કરવા માટેનાં નાણાં પોતાની રીતે ઊભાં કરવાં પડશે એવું કેન્દ્ર સરકારે કહ્યું છે એ વિશે ઉક્ત નિવેદન અગત્યનું બની જાય છે.

રિઝર્વ બૅન્કે વધુમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે કર્મચારીઓને પગાર વધારી આપ્યો એ રીતે રાજ્યો પણ ૨૦૧૭-’૧૮માં પગાર વધારશે તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (રીટેલ ફુગાવાનો દર) વધી શકે છે.

ધિરાણના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય ટકાઉ વિકાસની દિશામાં મોટું પગલું : નાણામંત્રાલય

રિઝર્વ બૅન્કે ધિરાણના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈને ફુગાવાને નિયંત્રણમાં રાખીને દેશની ક્ષમતાનો ઉપયોગ કરીને ટકાઉ વિકાસ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

લગભગ ૧૦ મહિનાના ગાળા બાદ દેશમાં પહેલી વાર ધિરાણના દરમાં ઘટાડો કરાયા બાદ નાણામંત્રાલયે ઉક્ત નિવેદન કર્યું હતું.

આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે આ નિર્ણય વિશે કહ્યું હતું કે સરકાર રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાને આવકારે છે.

અહીં જણાવવું રહ્યું કે રીટેલ ફુગાવો ગત જૂનમાં ૧.૫૪ ટકાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા બાદ સરકારે આર્થિક વિકાસની વૃદ્ધિ માટે ધિરાણના દરમાં ઘટાડો કરવાનો અનુરોધ કર્યો હતો.

ધિરાણના વ્યાજદરમાં ઘટાડો કરવા માટેનાં અને એનું પ્રમાણ મર્યાદિત રાખનારાં પરિબળો

ફુગાવો ગત ત્રણ મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યો હોવાથી રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ચોમાસું પણ નૉર્મલ રહ્યું છે તથા GSTનો અમલ સરળતાથી કરી શકાયો છે.

ફુગાવો અત્યારે ઘટ્યો હોવા છતાં ભવિષ્યમાં વધવાની સંભાવનાને જોતાં મૉનિટરી પૉલિસી કમિટીએ નીતિવિષયક વલણ તટસ્થ રાખીને રેપો રેટમાં મોટો ઘટાડો કરવાનું ટાળ્યું છે. કમિટીનું કહેવું છે કે ફુગાવો સતત ૪ ટકાના સ્તરે રહે તો જ રેટ હજી ઘટાડી શકાશે.

અર્થતંત્ર બાબતે કમિટીનું મંતવ્ય છે કે ખાનગી રોકાણને ઉત્તેજન આપવાની તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માર્ગમાં આવતા અવરોધો દૂર કરીને સૌના માટે હાઉસિંગની પ્રધાનમંત્રી આવાસ યોજનાને આગળ વધારવાની જરૂર છે.

મોટી કંપનીઓએ નહીં ચૂકવેલી લોનની બાબતે હલ લાવવા માટે રિઝર્વ બૅન્ક અને સરકારે સમન્વય સાધ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy