સરકારી બૅન્કો ચલાવવાનાં ફાંફાં: ખાનગી બૅન્કો કરોડો રળી રહી છે

બૅડ લોન્સ વધી જતાં રિઝર્વ બૅન્કે બૅન્ક ઑફ ઇન્ડિયાને નિરીક્ષણ હેઠળ મૂકી

RBI

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ માર્ચ-૨૦૧૭માં પૂરા થયેલા વર્ષના જોખમ આધારિત સુપરવિઝન હેઠળ કરાયેલા ઑનસાઇટ ઇન્સ્પેક્શનને પરિણામે બૅન્ક ઑફ ઇન્ડિયાના કિસ્સામાં તાકીદે સુધારા કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને નવી લોન આપવા પર અને ડિવિડન્ડ વિતરણ સહિતનાં નિયંત્રણો મૂક્યાં છે એમ બૅન્કે સ્ટૉક એક્સચેન્જિસને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું.

ઊંચી NPA, અપર્યાપ્ત CET૧ કૅપિટલ અને નેગેટિવ રિટર્ન ઑન નેટવર્થને પગલે આમ કરવામાં આવ્યું છે. આ પગલાથી રિસ્ક-મૅનેજમેન્ટ, ઍસેટ ક્વૉલિટી, નફાશક્તિ, કાર્યક્ષમતા વગેરેમાં એકંદર સુધારો થશે એમ બૅન્કે કહ્યું હતું.

માર્ચ-૨૦૧૭ના અંતે બૅન્કની ઍસેટ ક્વૉલિટી વધુ ખરાબ થઈ હતી અને કુલ NPA આગલા વર્ષના ૧૩.૦૭ ટકાથી વધીને ૧૩.૨૨ ટકા થઈ હતી. જોકે ચોખ્ખી NPA ૭.૭૯ ટકાથી ઘટીને ૬.૯૦ ટકા થઈ હતી. ૨૦૧૭-’૧૮ના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના અંતે કુલ NPA ૧૩.૪૫ ટકાથી સહેજ ઘટીને ૧૨.૬૨ ટકા અને ચોખ્ખી NPA ૭.૫૬ ટકાથી ઘટીને ૬.૪૭ ટકા થઈ હતી.

HDFC બૅન્કે વિવિધ વિકલ્પો દ્વારા ૨૪,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાનું નક્કી કર્યું

ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બૅન્કે જણાવ્યા મુજબ એના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે પ્રમોટર HDFCને પ્રેફરન્શિયલ ધોરણે શૅર ઇશ્યુ કરીને તથા બીજા શૅર અને ડિપોઝિટરી રિસીટ્સ ઇશ્યુ કરીને એકંદરે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી દીધી છે.

બૅન્કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યા મુજબ ૨૦ ડિસેમ્બરે મળેલી બેઠકમાં બોર્ડે ઉક્ત મંજૂરી આપી છે. આમાંથી ૮૫૦૦ કરોડ રૂપિયા ઇક્વિટી શૅર ઇશ્યુ કરીને મેળવવામાં આવશે. બાકીની રકમ શૅર, કન્વર્ટિબલ સિક્યૉરિટીઝ, ડિપોઝિટરી રિસીટ્સ ઇશ્યુ કરીને પ્રાપ્ત કરવામાં આવશે.

HDFC બૅન્ક ૧૯ જાન્યુઆરીએ મળનારી એક્સ્ટ્રાઑર્ડિનરી જનરલ મીટિંગમાં શૅરધારકોની મંજૂરી મેળવશે.

ઍક્સિસ બૅન્કે પ્રાઇવેટ ઇક્વિટી મારફત એકંદર ૧૧,૬૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું

દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઍક્સિસ બૅન્કે પ્રાઇવેટ ઇક્વિટી મારફત એકંદર ૧૧,૬૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. એમાંથી પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રની અગ્રણી કંપની બેઇન કૅપિટલ તથા અન્ય કેટલીક સંલગ્ન કંપનીઓએ કુલ ૬૮૫૪ કરોડ રૂપિયા આપ્યા છે.

ઍક્સિસની મુખ્ય પ્રમોટર કંપની લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને એને ૧૫૮૩ કરોડ રૂપિયા આપ્યા છે.

ઉપરોક્ત ભંડોળમાંથી ઍક્સિસ બૅન્કે ૯૦૬૩ કરોડ રૂપિયા ઇક્વિટી ઇશ્યુ કરીને અને ૨૫૬૩ કરોડ રૂપિયા વૉરન્ટ આપીને મેળવ્યા છે.

બૅન્કે સ્ટૉક એક્સચેન્જમાં નોંધાવેલા ફાઇલિંગમાં જણાવાયા મુજબ હવે એની કુલ ઇશ્યુડ અને પેઇડ-અપ શૅરમૂડી ૫૧૨ કરોડ રૂપિયા થઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK