રિયલ્ટી બજારમાં આગામી 4 વર્ષમાં ૭૭ અબજ ડૉલર ઠલવાશે

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના માધ્યમથી થશે આ જંગી રોકાણ

real estateડીમૉનેટાઇઝેશનના ઐતિહાસિક પગલાને કારણે ભારતીય રિયલ એસ્ટેટ બજારને સારી કે માઠી અસર થવાના સમાચાર હાલમાં ચર્ચામાં છે. એવામાં કુશમૅન ઍન્ડ વેકફીલ્ડ-ગ્લોબલ રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ૨૦૨૦ સુધીમાં  ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT-રીટ)ના માધ્યમથી ૭૭ અબજ ડૉલરનું જંગી રોકાણ થવાની સંભાવના છે. આ રોકાણમાં મુંબઈ, દિલ્હી-NCR, બૅન્ગલોર અને પુણેની અંદાજે ૨૭.૭૦ કરોડ સ્ક્વેર ફુટ કમર્શિયલ પ્રૉપર્ટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રૉપર્ટી દેશમાં ઑફિસ માટેની ઉપલબ્ધ જગ્યાના ૪૪ ટકા છે.

રીટના માધ્યમથી રોકાણ થઈ શકે એવી ૬.૮૦ કરોડ સ્ક્વેર ફુટની જગ્યા સાત શહેરોમાં બનીને તૈયાર છે, જ્યારે બાકીની જગ્યા ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણપણે બનીને તૈયાર થવાની સંભાવના છે. ઑફિસ માટે રીટ હેઠળ મળી રહે એવી ૭૦ ટકા જગ્યાની કુલ અંદાજે કિંમત ૪૪થી ૫૩ અબજ ડૉલર હોઈ શકે છે. રીટના નેજા હેઠળ મૉલ માટે કુલ ૫.૨૦ કરોડ સ્ક્વેર ફુટની જગ્યા ઉપલબ્ધ છે જેનું ૭૮ ટકા બાંધકામ તૈયાર છે અને બાકીના બાવીસ ટકા બાંધકામ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

ડીમૉનેટાઇઝેશનને કારણે પ્રૉપર્ટીના ભાવ ઘટવાની સંભાવના

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ડીમૉનેટાઇઝેશનના નિર્ણયને કારણે દેશનાં અનેક સેક્ટરોને અસર થઈ રહી છે જેમાં રિયલ્ટી બજારને આ નિર્ણયથી વધુ માઠી અસર થવાના સંકેત છે. રિયલ એસ્ટેટ બજારના નિષ્ણાતોના મતે સરકારના ડીમૉનેટાઇઝેશનના પગલાને કારણે પ્રૉપર્ટીના ભાવમાં ૨૦થી ૫૦ ટકા સુધી ઘટાડો થવાની સંભાવના છે. મોટા ભાગે સામાન્ય નાગરિક અને રિયલ એસ્ટેટ એજન્ટો પ્રૉપર્ટીનો પૂરો સોદો ક્યારેય ચેક પેમેન્ટ મારફત કરતા નથી અને એને કારણે ભ્રક્ટાચારને વેગ મળે છે. સામા પક્ષે જે લોકો ઘર લેવા ઇચ્છતા હતા તેઓ પણ મોંઘા ભાવને કારણે એ ખરીદી શકતા નહોતા. તેમને માટે આ સુવર્ણ તક છે. વળી બૅન્કોમાં પણ ડિપોઝિટ વધી ગઈ હોવાને કારણે બૅન્કો સસ્તા અને રાહતના દરે હોમ-લોન આપશે એવી આશા છે જેથી સામાન્ય નાગરિકો માટે એ સરળ રહેશે.

લક્ઝરી ફ્લૅટના રીસેલ પર પણ

ભારત સરકારના ડીમૉનેટાઇઝેશનના પગલાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને માઠી અસર થઈ રહી છે. એવામાં લક્ઝરી ફ્લૅટના પુન: વેચાણને પણ બ્રેક લાગી છે. દેશના વર્તમાન માહોલમાં ગ્રાહકો આ સમયમાં વેઇટ ઍન્ડ વૉચનો નિયમ અપનાવી રહ્યા છે જેના કારણે ગ્રાહકો પણ ખરીદી કરવામાં કાચબાગતિએ આગળ વધી રહ્યા છે. મુંબઈ જેવા વિસ્તારમાં લક્ઝરી ફ્લૅટની કિંમત પાંચથી ૧૦ કરોડ રૂપિયા બોલાય છે, જ્યારે દિલ્હીમાં એ ભાવ સાડાત્રણથી ચાર કરોડ સુધીનો છે. લક્ઝરી ફ્લૅટના વેચાણ માટેના ૨૫-૩૦ સોદાથી મુંબઈમાં અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનો વકરો થાય છે, જ્યારે દિલ્હીમાં થતો આ વકરો ૩૫૦ કરોડ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ, નેપિયન સી રોડ, વરલી, પ્રભાદેવી, જુહુ, બાંદરા (વેસ્ટ) અને ખારનો એરિયા લક્ઝરી ફ્લૅટના વેચાણ માટે અગ્રસ્થાને ગણાય છે.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy