NSEL કેસમાં નવો ઘટસ્ફોટ

પી. ચિદમ્બરમે એક્સચેન્જનું ગળું ટૂંપી દીધું હોવાનો ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીનો આક્ષેપ

NEL

નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના કેસમાં પહેલી વાર ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પગ નીચેથી ધરતી સરકી જાય એવો આક્ષેપ કર્યો છે. BJPના આ વરિષ્ઠ નેતાએ આ કેસમાં ચિદમ્બરમને જવાબદાર ઠેરવીને તેમને અદાલતમાં ઢસડી જવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે.

ડૉ. સ્વામીએ સોમવારે નવી દિલ્હીમાં ખીચોખીચ ભરાયેલી પત્રકારપરિષદમાં કહ્યું હતું કે NSE ટકાવી રાખવા માટે NSELનું ગળું ટૂંપી દેવામાં આવ્યું હતું, આ કામ પી. ચિદમ્બરમે પોતાના સાથીદારો સાથે મળીને કર્યું હતું.

સંસદસભ્ય ડૉ. સ્વામીએ આ પ્રસંગે શ્રી અય્યર લિખિત પુસ્તક ‘C-Company : How Jignesh Shah became the No. 1 target of P. Chidambaram’નું લોકાર્પણ કર્યું હતું હતું.

૨G સ્કૅમ, નૅશનલ હેરલ્ડ કેસ, ઍરસેલ-મૅક્સિસ અને INX સહિતનાં ખાસ કરીને કૉન્ગ્રેસ પક્ષને સ્પર્શતાં અનેક કૌભાંડોની તપાસ કરનારા ડૉ. સ્વામીએ જણાવ્યું હતું કે તેમણે NSEL પેમેન્ટ ક્રાઇસિસમાં તપાસ પૂરી કરી લીધી છે. તેમણે આ કેસને લગતા તમામ દસ્તાવેજો જોઈ લીધા છે અને હવે એના આધારે પી. ચિદમ્બરમની સામે કેસ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ‘UPA સરકારે NSELને નવા કૉન્ટ્રૅક્ટ લૉન્ચ કરવાની મનાઈ ફરમાવી એ સૌથી મોટી ભૂલ હતી. એને લીધે એક્સચેન્જ જુલાઈ-૨૦૧૩માં ઓચિંતું બંધ થઈ ગયું. શું કોઈ કટોકટીને લીધે એક એક્સચેન્જ બંધ કરી દેવાય? શું સરકારે પંજાબ નૅશનલ બૅન્ક બંધ કરી દીધી છે?’

NSEL ભારતમાં એ પ્રકારનું પ્રથમ એક્સચેન્જ હતું, પરંતુ ચિદમ્બરમ NSE ફાવવા દેવા માગતા હોવાથી તેમણે NSELને ચાલ ચાલીને ખતમ કર્યું એમ જણાવતાં ડૉ. સ્વામીએ કહ્યું હતું કે ‘આમ તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’નાં સર્વોત્તમ ઉદાહરણોમાં સ્થાન પામતા NSELને હણી નાખ્યું. માર્કેટમાં આવા કેસમાં કોઈ ઊંડું ઊતરતું નથી એ દુખદ બાબત છે. જિજ્ઞેશ શાહે ભારતમાં ઉત્કૃક્ટ કામગીરી બજાવીને વૈશ્વિક સ્તરનાં ઉત્તમ એક્સચેન્જોની સ્થાપના કરી. જોકે પી. ચિદમ્બરમ અને તેમના માણસોએ જિજ્ઞેશ શાહને આ જ એક્સચેન્જોમાંથી બહાર નીકળવાની ફરજ પાડી. તેમને ત્રણ વખત જેલમાં મોકલવામાં આવ્યા. જોકે ન્યાયમૂર્તિએ કહ્યું કે તેમને એક રાતી પાઈ પણ મળી નથી. ઉત્તમ એક્સચેન્જો અને રોજગારોનું સર્જન કરનારા માણસને આનાથી કેટલી પીડા થાય!’

આ પુસ્તકના લેખક શ્રી અય્યર કૅલિફૉર્નિયામાં રહી ચૂકેલા ટેક્નૉલૉજિસ્ટ છે. તેઓ હવે ભારત પાછા ફર્યા છે. તેઓ તમામ સંસદસભ્યો, અમલદારો, તમામ રાજકીય પક્ષોના નેતાઓ સુધી આ પુસ્તક પહોંચાડવાનો ઇરાદો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે NSEL કેસમાં જેમની સામે આક્ષેપો થયા છે એ તમામ બ્રોકર્સ ચિદમ્બરમને કારણે છુટ્ટા ફરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK