નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં સરકારી બૅન્કોએ ૮૭,૦૦૦ કરોડની અધધધ ખોટ કરી

પબ્લિક સેક્ટર બૅન્ક્સની ૨૦૧૭-’૧૮ના વર્ષમાં કુલ ખોટ ૮૭,૩૦૦ કરોડ રૂપિયા થઈ છે, જેમાં પંજાબ નૅશનલ બૅન્ક (PNB) ૧૨,૨૮૩ કરોડ રૂપિયાની ખોટ સાથે ટોચ પર છે.

bank

જાહેર ક્ષેત્રની ૨૧ બેન્કોમાંથી માત્ર બે બૅન્ક- એક ઇન્ડિયન બૅન્ક અને વિજયા બૅન્કે ૨૦૧૭-’૧૮ દરમિયાન નફો કર્યો છે. ઇન્ડિયન બૅન્કે ૧૨૫૮.૯૯ કરોડનો સૌથી ઊંચો નફો કર્યો છે અને વિજયા બૅન્કનો નફો ૭૨૭.૦૨ કરોડ રૂપિયા થયો હતો.

આમ જાહેર ક્ષેત્રની બૅન્કોની ચોખ્ખી ખોટ ૨૦૧૭-’૧૮માં આશરે ૮૫,૩૭૦ કરોડ રૂપિયાની થઈ છે. આગલા વર્ષે સરકારી બૅન્કોએ સંયુક્તપણે ૪૭૩.૭૨ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની ૧૯ બૅન્કોએ સંયુક્તપણે ૮૭,૩૫૭ કરોડ રૂપિયાની ખોટ કરી છે એમ ધિરાણકર્તા બેન્કોના છેલ્લામાં છેલ્લા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.

PNB બાદના ક્રમે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ માર્ચ-૨૦૧૮ના વષાર઼્તે ૮૨૩૭.૯૩ કરોડ રૂપિયાની ખોટ કરી છે, જેણે આગલા વર્ષે ૫૧૫૮.૧૪ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. દેશની સૌથી મોટી સ્ટેટ બૅન્કે ૨૦૧૭-’૧૮ના અંતે ૬,૫૪૭.૪૫ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. આગલા વર્ષે બૅન્કે ૧૦,૪૮૪.૧ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ડેટા સ્ટોરેજની માહિતી દર પંદર દિવસે અપડેટ કરવાનો રિઝર્વ બૅન્કનો આદેશ


ડેટાની સલામતીની ચિંતાઓ વચ્ચે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પેમેન્ટ સર્વિસિસ કંપનીઓને જણાવ્યું છે કે તેમણે દેશમાં ડેટા સંઘરવા માટે શું પગલાં લીધાં એની પ્રત્યેક પંદર દિવસે જાણ કરવી.

રિઝર્વ બૅન્કે કહ્યું છે કે આ વિગતો ૨૦૧૮ની ૮ જૂન સુધીમાં સુપરત કરવી અને દર પંદર દિવસે એમાં થયેલી પ્રગતિની જાણ કરવી. આ વિશેનો ઑર્ડર ૨૦૧૮ની ૬ એપ્રિલે બહાર પાડવામાં આવ્યો હતો એની યાદ કેન્દ્રીય બૅન્કે પેમેન્ટ કંપનીઓને દેવડાવી છે.

એક પેમેન્ટ બૅન્કના અધિકારીએ નામ ન આપવાની શરતે એ વાતને સમર્થન આપ્યું હતું કે તેમને રિઝર્વ બૅન્ક પાસેથી પત્ર પ્રાપ્ત થયો છે.

રિઝર્વ બેન્કે ૨૦૧૮ની ૬ એપ્રિલે આદેશ આપ્યો હતો કે પેમેન્ટ સિસ્ટમ્સમાંના વ્યવહારોની વિગતો માત્ર ભારતમાં જ ઑર્ડર ઇશ્યુ કરાયાથી છ મહિના માટે સ્ટોર કરવી. એણે ડેટાની સલામતી માટે શ્રેષ્ઠ વૈશ્વિક ધોરણો અપનાવવા કહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK