સરકારી બૅન્કોને રાજકીય દખલગીરીથી મુક્ત કરવાની વી. બાલકૃષ્ણનની ભલામણ

ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરે કહ્યું કે આવી બૅન્કોમાં સક્ષમ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ લાવવાની જરૂર છે, જેઓ મુક્ત વાતાવરણમાં કામ કરી શકે

balal

ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણી તથા નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયાએ સરકારી બૅન્કોનું ખાનગીકરણ કરવાનું સૂચન કર્યું એના પગલે અન્ય કેટલાક લોકોએ કહ્યું છે કે હાલની આ ક્ષેત્રની સમસ્યાઓનો હલ બૅન્કોના ખાનગીકરણથી નહીં આવે. તેમણે કહ્યા મુજબ સરકારી બૅન્કોમાં સક્ષમ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ લાવવાની જરૂર છે, જેઓ રાજકીય દખલગીરીથી મુક્ત વાતાવરણમાં કામ કરી શકે.

ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર વી. બાલકૃષ્ણને કહ્યું છે કે ‘દેશમાં બૅન્કિંગ સેવાનો ઉપયોગ ન કરી રહેલી વસ્તી હજી ઘણી વધારે છે એવા સમયે તેમના સુધી પહોંચવા અને સામાજિક ઉદ્દેશ પૂરા કરવા માટે સરકારી બૅન્કોની જરૂર છે. દેશમાં બચતનો દર ઘણો ઊંચો છે અને સરકારી બૅન્કો તેમને સલામતી પૂરી પાડે છે.’

બાલકૃષ્ણને કહ્યું છે કે ‘બૅન્કોમાં કાર્યક્ષમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને લાવી શકાય એ માટે બૅન્ક્સ બ્યુરો બોર્ડે તેમની યોગ્ય પસંદગી કરવી જોઈએ. બોર્ડે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરનાં વેતન, તેમની કામગીરીના મૂલ્યાંકન અને ઇન્ડિપેન્ડન્ટ બોર્ડ મેમ્બર્સની નિમણૂક એ બધામાં અસરદાર ભૂમિકા ભજવવી જોઈએ.’

તેમના મતે બૅન્કોના કામકાજમાં ક્યાંય રાજકીય દખલગીરી હોવી ન જોઈએ.

એક મોટી સરકારી બૅન્કના નિવૃત્ત ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે ‘સરકારી બૅન્કોના બોર્ડને સશક્ત કરવાની જરૂર છે. જો સારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તો આ ક્ષેત્રનું કામકાજ સુધરશે. ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં સરકારી બૅન્કોએ મોટા પ્રમાણમાં ટેક્નૉલૉજી વસાવવી જોઈએ. તેમના કામકાજનું માળખું પણ સતર્ક અને સરળ હોવું જોઈએ.’

સરકારે ક્યારેય બૅન્કોના અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયામાં દખલગીરી નથી કરી : વિનોદ રાય

બૅન્ક્સ બોર્ડ બ્યુરો અને સરકાર વચ્ચેના સંબંધો સુમેળભર્યા નહોતા એવા અહેવાલોને બોર્ડના ચૅરમૅન વિનોદ રાયે ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે ‘સરકાર સાથે બોર્ડના ઘણા સારા સંબંધ રહ્યા છે અને હું અનેક વાર નાણાપ્રધાન અરુણ જેટલીને મળીને તેમની પાસેથી માર્ગદર્શન મેળવતો હતો. મને બૅન્કિંગ ક્ષેત્ર વિશે વડા પ્રધાનના અધ્યક્ષપદ હેઠળની મીટિંગમાં સહભાગી થવાનું ગૌરવ પણ મળ્યું હતું. સરકારે ક્યારેય બૅન્કોના અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયામાં દખલગીરી કરી નથી. બ્યુરોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.’

વિનોદ રાયે વધુમાં કહ્યું હતું કે ‘બૅન્ક્સ બોર્ડ બ્યુરોએ છેલ્લાં બે વર્ષમાં રિઝર્વ બૅન્ક અને સરકારના સાથ-સહકારથી નોંધપાત્ર કામગીરી બજાવી છે. સરકારના સચિવોએ બોર્ડના સભ્યો સાથે મળીને કામ કર્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK