દેશનો વૃદ્ધિદર વધારવા સરકાર હવે કરશે ૧૦ ક્ષેત્રોમાં દમ લગા કે હઈશા

દેશને હવે ઊંચો લાવવો હશે તો કયાં-કયાં ક્ષેત્રોમાં દમ લગાકે હઈશા કરવું પડશે એ વિશે વિચાર કરવા આ સમિતિની રચના વડા પ્રધાને કરી છે.

economy

ભારતમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થઈ છે એ બાબતે ચર્ચા ચાલી રહી છે એવા સમયે વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ એ વાતનો એકરાર કર્યો છે.

સમિતિએ એની પહેલી જ બેઠકમાં ગઈ કાલે એવાં ૧૦ ક્ષેત્રો તારવી લીધાં છે જેમાં તત્કાળ અને યુદ્ધના ધોરણે કાર્ય કરવાની જરૂર હોય.

જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયના વડપણ હેઠળની સમિતિએ આર્થિક વૃદ્ધિનો દર વધારવો, રોજગાર નિર્માણ કરવો અને રાજકોષીય માળખામાં સુધારણા લાવવી એના સહિતનાં આ દસ ક્ષેત્રો નક્કી કર્યાં છે.

આ ક્ષેત્રો વિશે વિગતવાર પેપર્સ તૈયાર કરવામાં આવશે અને શરૂઆતમાં આ ક્ષેત્રોમાં કામ કરવામાં આવશે એમ દેબરૉયે પત્રકારોને જણાવ્યું હતું.

સમિતિ નવેમ્બરમાં ફરી મળશે

દેબરૉયે જણાવ્યા મુજબ તેમની સમિતિ આર્થિક વિષયોમાં અનેક અનૌપચારિક હિસ્સેદારો સાથે બેઠકો યોજશે. આગામી વર્ષના બજેટ માટેના મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરવા માટે સમિતિ નવેમ્બરમાં ફરી મળશે.

ભલામણો સીધી વડા પ્રધાનને અપાશે

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘સમિતિ નાણાનીતિને લગતી બાબતોની ચર્ચા કરતી વખતે રિઝર્વ બૅન્ક અને મૉનિટરી પૉલિસી કમિટીનાં મંતવ્યો-વિચારોને પણ ધ્યાનમાં લેશે. સમિતિને વડા પ્રધાન સમક્ષ અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું હોવાથી એની ભલામણો નાણામંત્રાલયને સુપરત કરવામાં નહીં આવે. પ્રસારમાધ્યમો સમક્ષ પણ એ જાહેર કરવામાં નહીં આવે.’

IMFના અંદાજ ઘણી વખત ખોટા

IMFએ દેશનો વૃદ્ધિદર ઘટીને ૬.૭ ટકા રહેવાનું કહ્યું છે એ વિશે ટિપ્પણી કરતાં દેબરૉયે કહ્યું હતું કે ‘ભારતની બાબતે IMFના અંદાજ ઘણી વખત ખોટા પડ્યા છે. વિકાસની ગતિ ધીમી પડી છે એ બાબતે સર્વાનુમતિ છે. સમિતિ એની પાછળનાં કારણોની તપાસ કરીને હલ પ્રસ્તુત કરશે. રાજકોષીય સુધારણાનો રસ્તો છોડી ન દેવો જોઈએ એવો મારો મત છે.’

બેરોજગારી વિશે તેમણે કહ્યું હતું કે ‘રોજગારી અને બેરોજગારી વિશે દેશમાં પૂરતા પ્રમાણમાં આંકડાઓ ઉપલબ્ધ નથી. સમિતિ ટૂંક સમયમાં આ બાબતે પોતાનો અભિપ્રાય જણાવશે.’

આ સમિતિના અન્ય સભ્યોમાં રથિન રૉય, સુરજિત ભલ્લા અને આશિમા ગોયલનો સમાવેશ થાય છે.

કયાં છે દસ ક્ષેત્રો?

આર્થિક વૃદ્ધિ

રોજગાર

અનૌપચારિક ક્ષેત્ર

રાજકોષીય નીતિ

નાણાનીતિ

જાહેર ખર્ચ

આર્થિક સુવહીવટ

કૃષિ-પશુસંવર્ધન

વપરાશ

સામાજિક ક્ષેત્ર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy