પતંજલિ આયુર્વેદને ફૂડ પાર્ક માટેની શરતોનું પાલન કરવા ૧૫ દિવસનો સમય વધારી અપાયો

પતંજલિ આયુર્વેદ ઉત્તર પ્રદેશમાં ૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મેગા ફૂડ પાર્ક સ્થાપવા માગે છે.

patanjali

કેન્દ્ર સરકારે જમીન હસ્તગત કરવી તથા અન્ય કેટલીક શરતો પૂરી કરવા માટે એને વધુ ૧૫ દિવસનો સમય આપવાનો નિર્ણય લીધો છે. આ શરતોને આધીન રહીને જ એને મંજૂરી આપવામાં આવશે.

નોંધનીય છે કે શરતો પૂરી કરવા માટેની મૂળ સમયમર્યાદા ૧૫ જૂને અર્થાત આજે પૂરી થવાની હતી. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયને વિનંતી કરી છે કે શરતોનું પાલન કરવા માટે પતંજલિ આયુર્વેદને વધુ સમય આપવામાં આવે.

ફૂડ પ્રોસેસિંગ ખાતાના સચિવ જે. પી. મીણાના જણાવ્યા મુજબ કંપની આવશ્યક પગલાં લઈ રહી હોવાથી એને ૧૫ દિવસનો સમય વધારી અપાયો છે.

હરિદ્વારસ્થિત પતંજલિ આયુર્વેદે યમુના એક્સપ્રેસવેને અડીને આવેલા ૪૨૫ એકર વિસ્તારમાં ફૂડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એમાં વર્ષે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના માલનું ઉત્પાદન કરવાનું એનું આયોજન છે. આ પાર્કમાં ૧૦,૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે.

હાલમાં આ કંપની મહારાષ્ટ્રના નાગપુર અને આસામના તેજપુરમાં મેગા ફૂડ પાર્ક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK