નોટબંધી બાદ જનધન અકાઉન્ટ્સમાં જમા થયેલી ૬૦ ટકા રકમ શંકાસ્પદ

CBDT પાસે આવેલા આંકડાની બારીક તપાસ ચાલુ છે

currency

નોટબંધીના સમયગાળા પછીની તપાસનો દોર ચાલુ છે જેના ભાગરૂપે તાજેતરમાં સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ શંકાસ્પદ લાગે છે. આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી.

CBDTનું સમર્થન

પ્રાપ્ત માહિતી મુજબ ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

બૅન્ક ખાતાં અને ડિપોઝિટર


આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK