બૅડ લોન્સને પગલે ફિચ રેટિંગ્સનું અનુમાન

મૂડીની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી બૅન્કિંગ ક્ષેત્રની કામગીરી નબળી રહેશે

fitch

દેશના બૅન્કિંગ ક્ષેત્રનું ભાવિ બૅડ લોન્સની તુલનાએ મૂડીની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નબળું રહેશે એમ ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું.

૧૫૧ અબજ ડૉલરની બૅડ લોન્સ બૅન્કિંગ ક્ષેત્રની આવક માટે જોખમી છે.

બૅન્કો એમની વધતી બૅડ લોન્સ ઘટાડે નહીં અને નાણાકીય કામગીરીમાં સુધારો કરી મૂડીની સ્થિતિમાં સુધારો ન કરે ત્યાં સુધી આ ક્ષેત્ર નકારાત્મક રહેશે.

૨૦૧૯ સુધીમાં દેશની બૅન્કોને બેસલ-૩ ધોરણો સંતોષવા માટે વધારાની ૪૦-૫૫ અબજ અમેરિકી ડૉલરની મૂડી જોઈશે. આમાંથી મોટા ભાગની મૂડી જાહેર ક્ષેત્રની બૅન્કોને જોઈશે એમ ફિચે જણાવ્યું હતું.

સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં બૅન્કોને ૧૩ અબજ ડૉલર મૂડી પૂરી પાડી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં લોનોમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૧૬-’૧૭ના ૪.૪ ટકાથી વધીને ૧૦.૪ ટકા થઈ છે.

આ સુધારો થોડી મોટી બૅન્કોને આભારી છે અને પર્યાપ્ત મૂડી વિના આ વધારો વેગ પકડે એ મુશ્કેલ છે. ખાનગી ક્ષેત્રની મોટી બૅન્કો નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં વધુ નબળી પડી છે પરંતુ એ જાહેર ક્ષેત્રની બૅન્કોની તુલનાએ અધિક સારી સ્થિતિમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK